સુદર્શન ચેનલના માલિક પર
(એજન્સી) નવી દિલ્હી,તા.૭
ભગવા પત્રકારત્વના સ્થાપક સુદર્શન ચેનલના માલિક સુરેશ ચૌહાણ પર યૌન શોષણ કરવા બદલ કરતી વરિષ્ઠ મીડિયાકર્મીએ નોયડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો મુજબ સુરેશ ચૌહાણ ભગવા પત્રકારત્વની આડમાં કાળા ધંધા કરી રહ્યા છે. ઘણી બધી યુવતીઓ પર યૌન શોષણના પ્રયત્નો કરી ચૂક્યા છે. નોઈડાના એસપીના નિર્દેશ મુજબ એસ.પી. સીટીએ સુરેશ ચૌહાણની ઓફિસમાં છ કલાક સુધી પૂછપરછ કરી હતી. પીડિતાએ કેસમાં આસારામનો પુત્ર નારાયણ સાંઈને પણ આરોપી બનાવી કેસ નોંધાવ્યો છે. સુરેશ ચૌહાણની સુદર્શન નામની અડધી ડઝન કંપનીઓ ચાલી રહી છે. જેમાં એવિએશનથી માંડી હર્બલ પ્રોડક્ટ સુધીનો સમાવેશ છે. પત્રકારત્વની પાછળ પૂરો કારોબાર પણ ચાલી રહ્યો છે. પીડિતાએ આરોપ મૂક્યો છે કે, સુદર્શન ચેનલના માલિક સુરેશ ચૌહાણની કેબિનમાં ગુપ્ત બેડરૂમ છે. જ્યાં યૌન શોષણના ગોરખધંધો ચાલે છે. તદ્ઉપરાંત પુરાવા તરીકે અમુક ઓડિયો પણ પોલીસને સોંપ્યા હતા. પિડિતાનો દાવો છે કે સુરેશ ચૌહાણની કરતૂતોનો ભાંડો ફોડવા માટે તેની પાસે અઢળક પુરાવા છે. હિન્દુત્વની ખાલ ઓઢીને સુરેશ ખોટા કાર્ય કરે છે જ્યારે ફસાય છે તો હિન્દુત્વનો પોટલો આગળ કરી બચી જાય છે. સુરેશ ચૌહાણે નારાયણ સાંઈ સાથે મળી યુવતીઓનું યૌન શોષણ કરી રહ્યા છે.
માલિક સુરેશ ચૌહાણ વિરૂદ્ધ કેસ નોંધાતા સુદર્શન ચેનલએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરેશ ચૌહાણ પર યુપી પોલીસે દાઉદ કરતા પણ વધુ ધારાઓ નોંધી છે. શંકરાચાર્યની જેમ દિવાળીના દિવસે જ સુરેશજીની ધરપકડ કરવાની યોજના હતી. પરંતુ દસ દિવસથી ચાલી રહેલ તપાસમાં પોલીસને કોઈ પુરાવો મળ્યો નથી. એક માત્ર પ્રખર હિન્દુવાદી ન્યૂઝ ચેનલને બંધ કરવા અને અમારી બુલંદ અવાજ સુરેશજીને જેલના સળિયા પાછળ ધકેલવાની યોજના બનાવવામાં આવી છે.