Ahmedabad

રાજ્ય સરકારે સિંહોના સંવર્ધન માટે કશું જ ન કર્યું અને રૂપિયા ચાઉં કરી ગયા

અમદાવાદ, તા.૧૮
ગીરના જંગલમાં છેલ્લા વીસ દિવસમાં ર૪ એશિયાટીક સિંહોના થયેલા મોતથી વ્યથિત થયેલા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી સરકારને આડે હાથ લીધી હતી. પત્રમાં સરકારને અનેક સવાલો કરાયા છે અને સિંહોના સંરક્ષણ માટે સરકાર પાસે માગણી કરવામાં આવી છે. પરેશ ધાનાણીએ સરકારને ૧૩ સવાલ પૂછ્યા છે જે નીચે મુજબ છે. ગુજરાતના ગીરમાં થયેલા સિંહોનાં મોત અંગે વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખી ૧૩ પ્રશ્નો પૂછી ભાજપ સરકારને ભીંસમાં મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિંહોના રક્ષણ માટે સરકાર પાસે માગણી કરતા પરેશ ધાનાણીએ આરોપ મુક્યા છે કે, કરોડો રૂપિયા ફાળવવા છતાં રાજ્યમાં સિંહોમાં રસીકરણ નહિ કરનાર રાજ્ય સરકારે સિંહના સંવર્ધન માટે કશું કર્યું નથી. પરંતુ સિંહના સંવર્ધનના રૂપિયા તંત્ર ચાઉં કરી ગયું છે. ગુજરાત સરકારે માત્ર કાગળ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યા છે. પરંતુ અમલ કર્યો નથી. આથી સિંહોના મોતને માનવસર્જિત કહી શકાય તેવો આક્ષેપ કર્યો છે. વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં સરકારનાં નિયમોને જ ટાંકીને કહ્યું છે કે, સરકારે સર્વોચ્ચ અદાલતની નોંધને પણ અવગણી હોવાથી સિંહોના મૃત્યુ માનવસર્જિત કહી શકાય તેમ છે. ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષિત જંગલમાં વન અધિકારીને નિયમિત રીતે ચાલીને પેટ્રોલિંગ કરવાનું હોય છે. પરંતુ આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલિંગ કરતા નથી. જેમાં જુદા જુદા અધિકારીઓને ૫૦થી ૧૦૦ કિલોમીટર ચાલીને પેટ્રોલિંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ આ અધિકારીઓ ૧૦ ટકા જોગવાઇનું પણ પાલન નહિ કરી ચાલવાના બદલે જીપ્સી લઇને પેટ્રોલિંગ કરે છે જેના કારણે સિંહોની ખામીઓ સામે આવતી નથી. તેમણે મુખ્યમંત્રીને રાજ્યની પ્રજા જાણવા માંગતી હોવાનું જણાવી ૧૩ પ્રશ્નો પૂછતાં કહ્યું છે કે, સરકારે આ બાબતે જરૂરી ખુલાસા કરવા સાથે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ છે. તેમણે સરકારને સિંહોના મોત અંગે ઇનફાઈટનું કારણ આપવા સામે શક્કરબાગ ઝૂ જૂનાગઢ દ્વારા ૨૭ સિંહોના મોકલાયેલા ૮૦ સેમ્પલ અને તેમાં પુનાથી આવેલા પોઝિટિવ રિપોર્ટ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે. તેમને વેક્સીન આપવા સહિત રસીકરણ, સિંહોને બીજું ઘર આપવા સાથે રોગચાળા સામે લેવાયેલા પગલા, સિંહ શેડ્યુલ-૧નું પ્રાણી હોવાથી તેને સુરક્ષા પ્રદાન કરવી જરૂરી છે. પરંતુ શું સિંહોને અગાઉથી રસી આપી બચાવી શકાયા હોત તો આ માનવસર્જિત સિંહોનાં મોત માટે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત લિઓજિન પ્રોજેક્ટ ર૦૦૯-ર૦૧૦ અમલમાં મુકી કરોડો રૂપિયા ફાળવ્યા છતાં મંદગતિએ ચાલતા આ પ્રોજેક્ટ માટે જવાબદારો સામે શા પગલાં લીધા ? જેવા પ્રશ્નો પૂછી સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.