રૂપિયો ૭૨.૧૨ની નવી નીચલી સપાટીએ, અમેરિકી ડોલર સામે ૩૭ પૈસાનો ઘટાડો

(એજન્સી) મુંબઇ, તા. ૬
આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા અને ડોલરની માગ વધવાને કારણે રૂપિયો ડોલર સામે વધુ ૩૭ પૈસા ગગડીને ૭૨ની સપાટી તોડી નાખીના લાઇફ ટાઇમ લો થઇ ગયો છે. મેક્રોઇકોનોમિક મોરચાએ ચિંતાઓ અને જોવા મળી રહેલી વૈશ્વિકમંદીને કારણે ભારતીય ચલણના મૂલ્યમાં કડાકો બોલાઇ ગયો છે. ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવોને કારણે કરંટ એકાઉન્ટની ખાધ વધી રહી છે અને વિદેશી રોકાણકારોની લેવાલીને કારણે રોકાણકારોની ચિંતા વધી ગઇ છે. રૂપિયાએ ૭૨ની સપાટી વટાવી હોવા છતાં ભારતીય રિઝર્વ બેંકે કોઇ દરમિયાનગીરી કરી ન હતી.
જાણવા જેવી મહત્વની બાબતો
૧. ફોરેક્સ માર્કેટમાં ગુરૂવારે રૂપિયાએ અગાઉના ૭૧.૭૫ના રેકોર્ડ ક્લોઝિંગ સામે ૭૧.૬૭ની સપાટીથી શરૂઆત કરી હતી. એટલે કે શરૂઆતમાં રૂપિયો થોડોક મજબૂત થયો હતો પરંતુ પછી પટકાઇને ૭૨ની સપાટી પાર કરી દીધી હતી.
૨. ચાલુ મહિનામાં રૂપિયો આશરે બે ટકા ગગડ્યો છે અને ચાલુ વર્ષમાં ૧૨ ટકાથી વધુ ગગડ્યો છે.
૩. નાણા પ્રધાન અરૂણ જેટલીએ વૈશ્વિક પરિબળોને કારણે રૂપિયો ગગડી રહ્યો હોવાનું જણાવીને ઉમેર્યુ કે વિશ્વના અન્ય ચલણોની સરખામણીએ રૂપિયાની સ્થિતિ સારી છે. તેમણે એવુંં પણ કહ્યું કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે રિઝર્વ બેંક જરૂરી બધા પગલાં ભરી રહી છે.
૪. રિઝર્વ બેંકે બુધવારે ફોરેક્સ માર્કેટમાં હળવો હસ્તક્ષેપ કર્યો હતો. રૂપિયાના વધુ ગગડતા અટકાવવા માટે રિઝર્વ બેંકે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ૭૧.૮૦ રૂપિયાના ભાવે ડોલર વેચ્યા હોવાની ધારણા છે.
૫. હાલમાં રૂપિયો ઓઇલના ભાવ વધારા અને ડોલરની મજબૂતાઇ વચ્ચે ચગદાઇ ગયો છે. રૂપિયાની વર્તમાન નબળાઇ વધી રહેલા ઓઇલના ભાવોની આપણી રાજકોષીય ખાધ પર અસરને પરિણામે છે. ફોરેક્સ ડીલર્સે જણાવ્યું કે આયાતકારો દ્વારા ડોલરની વધુ માગથી રાજકોષીય ખાધ વધવાના ભયની ચિંતા છે. ઇસેલ ફોરેક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ સલીલ દાતારે જણાવ્યું કે નાણા પ્રધાનના નિવેદનો સૂચવે છે કે રૂપિયાના ક્રમિક અવમૂલ્યનથી સરકારને કોઇ તકલીફ નથી અને આપણે હસ્તક્ષેપની અપેક્ષા રાખી શકીએ છીએ. હસ્તક્ષેપથી માત્ર રૂપિયાનો કડાકો અટકશે પરંતુ પરિસ્થિતિ બદલાશે નહીં.
૬. બુધવારે રૂપિયો અમેરિકી ડોલર સામે ૧૭ પૈસા વધુ ગગડીને ૭૧.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયા સતત છઠ્ઠા દિવસે પણ ડોલર સામે ગબડ્યો હતો.
૭. ઓઇલના ભાવોમાં સતત વધારા અને ઇમર્જિંગ માર્કેટમાં ચલણોમાં નબળા વલણને કારણે સતત છઠ્ઠા સેશનમાં પણ રૂપિયાનું ગગડવાનું ચાલુ રહ્યું હતું. બુધવારે થોડીક રાહત થાય તે પહેલા દિવસના કામકાજમાં ડોલર સામે રૂપિયો ગગડીને ૭૧.૯૭ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
૮. ગુરૂવારે એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ ૨૨૪.૫૦ પોઇન્ટ વધીને ૩૮૨૪૨.૮૧ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૯.૯૫ પોઇન્ટ વધીને ૧૧,૫૩૬ની સપાટીએ પહોંચી ગયો હતો.
૯. ગુરૂવારે ઓઇલના ભાવો ગગડતા અને છઠ્ઠા સીધા સેશન્સમાં એશિયન શેર ગગડ્યા હતા અને સોનાના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો.
૧૦. ગુરૂવારે ઓઇલના ભાવો ઘટ્યા હતા. ઇન્ટરનેશનલ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૨૭ સેન્ટ કે ૦.૪ ટકા ગગડીને પ્રતિ બેરલ ૭૭ ડોલર થયો હતો. ક્રૂડના ભાવોમાં ઘટાડાને ભારત માટે સકારાત્મક જોવામાં આવી રહ્યો છે. ભારત ઓઇલની તેની મોટાભાગની જરૂરિયાતોની આયાત કરે છે, એવું વેપારીઓએ જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks