રૂપરાઈ તળાવ પાસે વાંકાનેરની યુવતી તથા પડઘરીના યુવકે ઝેરી દવા ગટગટાવી

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૧૬
કચ્છના પ્રસિદ્ધ માતાનાગઢ યાત્રાધામ ખાતે ૩ યુવતી તથા ૧ યુવકે એકસામટે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી. તમામને ભૂજની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવમાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું પ્રથમ તબક્કે દેખાઈ રહ્યું છે. બનાવની વિગત એવી છે કે, માતાનામઢ ખાતે વિજય જયંતી આગરિયા (ઉ.વ.૨૨) રહે. ગઢડા તા.પડઘરી જિ.રાજકોટ તથા હેતલ હરસુખ આગરિયા (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર, મનીષા હરસુખ આગરિયા (ઉ.વ.૧૪) રહે. વાંકાનેર તથા કોમલ મનસુખ આગરિયા (ઉ.વ.૧૮) રહે.વાંકાનેર તા.૧પ-૧રની સાંજે કચ્છના નામના યુવક-યુવતીએ માતાનામઢ ખાતે બાસ મારફતે આવ્યા હતા. બાદમાં આ યુવક-યુવતીઓ માતાનામઢ ગામની નજીક રૂપરાઈ તળાવ પાસે ગયેલ હતા અને ચારેય જણે વારાફરતી ઝેરી દવા પી લીધી હતી તે પૈકી કોમલને દવાની ઓછી અસર થતાં તેણીએ બૂમાબૂમ કરીને ગામલોકોને જાણ કરી હતી. માતાનામઢ ગામલોકોએ દોડી આવી ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભૂજની સરકારી હોસ્પિટલ માટે રવાના કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ચાર પૈકી વિજય અને હેતલ વચ્ચે પ્રેમસંબંધ હતો અને કયા કારણે આ તમામ યુવક-યુવતી કચ્છમાં આવીને ઝેરી દવા પીધી તે અંગે તપાસ હાથ ધરી છે જો કે હાલમાં તેઓ તમામ બેભાન અવસ્થામાં હોવાથી વધુ કોઈ વિગતો મળી નથી પરંતુ તેઓના મોબાઈલ અને સામાનમાંથી પોલીસે પરિવારના નંબર શોધી પરિવારજનોને જાણ કરી દીધી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks