૧૩૩ અબજ ડોલરના સોના સાથે જળસમાધિ લેનાર રશિયાના જહાજનો પતો મળ્યો

સિઓલ,તા.૧૯
૧૧૩ વર્ષ પહેલા જળ સમાધિ લેનારા રશિયાના એક જહાજના અવશેષ દક્ષિણ કોરિયાની ટીમે શોધી કાઢ્યા છે. આ જહાજની ખોજનુ મહત્વ એટલા માટે વધી જાય છે કે તે જ્યારે ડુબ્યુ ત્યારે તેના પર સેંકડો ટન સોનુ લદાયેલુ હતુ. જહાજમાં સોનાના બિસ્કિટ ભરેલા ૫૫૦૦ બોક્સ રાખવામાં આવ્યા હતા. જેની હાલની કિંમત ૧૩૩ અબજ ડોલર થવા જાય છે.
જો જહાજમાંથી આ સોનુ મળ્યુ તો તેના માટે પણ જંગ જામે તેવી શક્યતા છે. દિમિત્રી દાન્સકોઈ નામનુ રશિયાનુ આ વોરશિપ ૧૯૦૫માં રશિયા-જાપાન વચ્ચેના યુધ્ધ દરમિયાન જાપાની સેનાએ ડુબાડી દીધુ હતુ. વોરશિપ સોનાનો સપ્લાય લઈને જઈ રહ્યુ હતુ. આ યુધ્ધમાં રશિયાના ૩૮માંથી ૨૧ જહાજોને જાપાને ડુબાડી દીધા હતા. જેમાં ૩૫૦૦ લોકોના મોત થયા હતા.
હવે આ જહાજના અવેશેષો દક્ષિણ કોરિયા નજીકના સમુદ્રમાં ઉલ્ગેન્ડો ટાપુથી ૧.૩ કિલોમીટર ૪૩૪ મીટરની ઉંડાઈએથી મળી આવ્યા છે. જેને શોધનાર સિન્હિલ ગ્રુપનુ માનવુ છે કે તેમાંથી ૨૦૦ ટન સોનુ મળશે.જો તેમની આ આશા સાચી પડે છે તો આ ગ્રુપે તેમાંથી મળનારી ૧૦ ટકા રકમ ટાપુના વિકાસ પાછળ ખર્ચવાની જાહેરાત કરી છે.
આ સીવાય જહાજના મૂળ માલિક રશિયાને પણ ૧૦ ટકા હિસ્સો આપવામાં આવશે.જેનાથી રશિયા તેમજ દક્ષિણ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચેની રેલવે લાઈન ડેવલપ કરી શકાશે.
જોકે રશિયાના એક ગ્રુપે માંગ કરી છે કે આ સોનુ રશિયાની માલિકીનુ છે એટલે જે પણ ખજાનો મળે તે પાછો રશિયાને સુપ્રત કરવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks