(એજન્સી) મોસ્કો, તા.ર૦
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાન પર પ્રિતબંધની અમેરિકી નીતિને ખોટી ઠેરવી છે અને સાથે જ જણાવ્યું છે કે જો અમેરિકા એવું માને છે કે દુનિયામાં ડોલર સિવાય અન્ય કોઈ વિદેશી મુદ્રા પર વિશ્વસનીય નથી તો એ અમેરિકાનો ભ્રમ છે. રશિયાના અધ્યક્ષે વિશ્વ સેમિનારના સંબોધનમાં જણાવ્યું કે ઈરાન હંમેશા તેના વચનો ખાસ કરીને પરમાણુ કરારમાં કાયમ રહ્યો છે પરંતુ ઈરાન પર પ્રતિબંધો લાદવાની અમેરિકાની નીતિ એક મોટો ભ્રમ છે. ઈરાન વિરૂદ્ધ પ્રતિબંધો મધ્યપૂર્વમાં સંકટના સમાધાનમાં મદદગાર પુરવાર થશે એવું જો અમેરિકા માનતું હોય તો એ એનો ભ્રમ છે એમ પુતિને જણાવ્યું હતું. એમણે કહ્યું કે આવા પગલાથી ન તો સંકટનું સમાધાન થશે અને ન તો આતંકવાદને નિયંત્રણમાં લાવી શકાશે. રાષ્ટ્રપતિએ સીરિયાની સ્થિતિ અને ઈરાનની ભૂમિકા સંબંધમાં કહ્યું કે ઈરાન એક જવાબદાર દેશ છે. તેમણે સીરિયામાં આતંકવાદીઓનું સમર્થન અને નાણાકીય સહાય બંધ કરી દેવા પશ્ચિમી દેશોને માંગ કરી છે, અધ્યક્ષે જણાવ્યું કે ઈરાને પરમાણું સોદાનું ઉલ્લંઘન કર્યું નથી અને યુરોપિયન દેશો પણ ઈરાનની તરફેણમાં છે. એમણે અમેરિકાની ઈરાન પ્રતિબંધ નીતિને વખોડી કાઢતા કહ્યું કે અમેરિકાના અધિકારીઓ એમ સમજે છે કે ડોલર સિવાય દુનિયામાં કોઈ બીજું ચલણ વિશ્વાસપાત્ર નથી તો એ અમેરિકાનો ભ્રમ છે.