(એજન્સી) મોસ્કો, તા.૬
સઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝની ઐતિહાસિક રશિયાની યાત્રા દરમિયાન મોસ્કોમાં તેમના ખાનગી વિમાનની સોનાની ચાલતી સીડીઓ ટેકનિકલ ખામીને કારણે અટકી ગઈ હતી. સઉદી કિંગ સલમાન મોસ્કોમાં વ્લાદીમીર પુતિનને મળવા મોસ્કો પહોંચ્યા હતા. જ્યારે તેઓ પોતાના ખાનગી વિમાનથી સોનાની નિસરણીઓથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમની એસ્કેલેટર વચ્ચે અટકી ગઈ હતી. જેના લીધે ૮૧ વર્ષીય કિંગ સલમાન બિન-અબ્દુલ અઝીઝ ધીમે ધીમે એક એક પગથિયા ઉતરીને નીચે આવ્યા હતા. કિંગ સલમાન રશિયામાં ચોથા દિવસના પ્રવાસ પર છે તેઓ પોતાની સાથે ૧૦૦૦થી વધુ લોકોને લાવ્યા છે. તેમના વિમાનમાં સોનાની એસ્કેલેટર પોતાનું કારપેટ અને ફાઈવસ્ટાર હોટલ જેવા રૂમો પણ આવેલા છે. સલમાનની સાથે મોસ્કોમાં ઊર્જા મંત્રી ખાલિદ અલ-ફલીહ, વિદેશમંત્રી અદલ અલ-ઝુબેર અને રાજ્યમંત્રી મૌસીદ અલ-ઐબન પણ છે.
Facebook
0
Twitter
0