(એજન્સી) કાઠમંડુ,તા.૧૦
નેપાળની સંસદે એક મહત્ત્વપૂર્ણ પગલું લેતાં ચૌપદી પ્રથા પર રોક લગાવી દીધી છે. ચૌપદી પ્રથા હેઠળ ઋતુચક્ર દરમિયાન મહિલાઓને અપવિત્ર માનીને ઘરની બહાર રાખવામાં આવે છે, પરંતુ અત્યારસુધી એક કાયદો પસાર કરીને આ પ્રથાને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. તેવામાં જબરદસ્તી આમ કરવા અથવા મહિલાઓ પર દબાણ કરનાર લોકોને ત્રણ મહિનાની સજા અથવા ત્રણ હજાર નેપાળી રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ પહેલાં જ આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં ઘણા વિસ્તારોમાં હજુ પણ આ પ્રથા ચાલી રહી છે. હવે નવો કાયદો બન્યા પછી આ પ્રથાનો આખા દેશમાં અંત આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
Facebook
0
Twitter
0