સાબરમતી નદીને શુધ્ધ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પ્રજાની ગંભીર બેદરકારી અને મ્યુનિ. તંત્રની બેકાળજીને લીધે નદી સાફ રહેતી નથી.
લોકો નદીમાં ધાર્મિક ફોટાઓ અને સામાન તેમજ નાળીયેર વગેરે ફેકતા હોવાથી નદીમાં કચરો જામી જતા દુર્ગંધ વ્યાપી જાય છે. નદીની સફાઈ કરવા ખાસ પ્રકારનું મશીન વસાવવામાં આવ્યું છે. પરંતુ આ મશીન પણ શોભાના ગાંઠિયાની જેમ મૂકી રખાયું હોવાથી ગંદકી દૂર થવાનું નામ લેતી નથી.
Facebook
0
Twitter
0