ભાજપની “અલી-બજરંગબલી”ની વાર્તા નહીં ચાલે, દેશમાં ર૩ મેના દિવસે UPAની સરકાર હશે : સચિન પાયલોટ

(એજન્સી) તા.૬
રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલોટે જણાવ્યું કે, ભારતમાં પરિવર્તનની લહેર છે. ભાજપની હતાશ બોલી મતદાતાઓને ધ્રુવિકૃત કરવા માટે ભાવનાત્મક મુદ્દાઓને ઉઠાવી રહી છે. જેનાથી તેને કોઈ પણ લાભ થશે નહીં. ર૩ મેના દિવસે દેશમાં યુપીએની સરકાર હશે. પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ તરીકે રાજસ્થાનમાં કોંગ્રેસના અભિયાનનું નેતૃત્ત્વ કરનારા પાયલોટે જણાવ્યું કે, ભાજપની મંદિર-મસ્જિદ, અલી-બજરંગબલીની વાત અથવા રાષ્ટ્રવાદને ફરીથી પરિભાષિત કરવા, તે લોકોની સાથે પ્રતિધ્વનિત નહીં થાય કારણ કે, આ ચૂંટણીમાં તેઓ વિકાસ અને અધુરા મુદ્દાઓના વચન નથી આપતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, ર૦૧૪નું મોદી ફેક્ટર આ વખત કામ નહીં કરે. કારણ કે, લોકો પાછલા પાંચ વર્ષની અક્ષમતાઓની અવગણના નહીં કરે. પાયલોટે જણાવ્યું કે, હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં તેમની પાર્ટીનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હશે. કારણ કે, ભાજપ ત્યાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. પાંચ વર્ષ પહેલાં મોબલિંચિંગ જેવા શબ્દ અમારા પ્રવચનમાં ન હતા. કેટલીક શક્તિઓ છે જે આવા તત્ત્વોનું સમર્થન કરી રહી છે. તેમણે જણાવ્યું કે, પાછલા પાંચ વર્ષમાં સમાજમાં જે પ્રકારનું ઝેર ઘોળવામાં આવ્યું છે. જે હિંસા અમે જોઈએ છીએ અને જે પ્રકારની તીક્ષ્ણતા આપણે જોઈએ છીએ તે અસ્વીકાર્ય છે. પાયલોટે આરોપ લગાવ્યો કે, ભાજપ લોકોને પોતાનું રિપોર્ટ કાર્ડ આપવાના સ્થાને ચૂંટણી ધ્રુવિકરણ કરવા પર ભાર આપી રહી છે. કોંગ્રેસના સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરવાની સંભાવના પર ૪૧ વર્ષીય નેતાએ જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે, ર૩ મેના દિવસે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવશે, દેશમાં એક યુપીએ સરકાર અને એક નવા વડાપ્રધાન હશે. તેમણે જણાવ્યું કે, નવી સરકારનું નેતૃત્ત્વ કોણ કરશે ? તેનો નિર્ણય તમામ પાર્ટીઓની સાથે બેસીને પરિણામો પછી લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિશ્ચિત રીતે મોરચાનું નેતૃત્ત્વ કર્યું છે અને વિવિધ મુદ્દાઓ પર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, અખિલ ભારતીય સ્તર પર કોંગ્રેસ એક માત્ર એવી પાર્ટી છે, જે ભાજપને પડકાર આપી શકે છે અને તેને હરાવી શકે છે. ચોક્કસ તમામ ક્ષેત્રીય પાર્ટીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને બધાનો સંયુક્ત ઉદ્દેશ આ છે કે, રાજગ સત્તામાં પરત નહીં ફરે, મને લાગે છે કે, કોંગ્રેસ પોલની સ્થિતિમાં હશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા “અલી બજરંગબલી” જેવી ટિપ્પણીઓની સાથે-સાથે ભાજપના ચૂંટણી નિવેદન વિશે પૂછવા પર પાયલોટે જણાવ્યું કે, કેટલાક લોકો છે જે માને છે કે, ધર્મ તેમને મત આપી શકે છે, પરંતુ યુવા ભારતીય વધુ ચિંતિત છે ઉપરાંત ખેતી સંકટ, બેરોજગારી અને આર્થિક મંદી.
તેેમણે જણાવ્યું કે, “આજીવિકા અને રોજગારના વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા ભાજપ ધર્મ, મંદિર-મસ્જિદ અથવા રાષ્ટ્રવાદ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહી છે.
પાયલોટે જણાવ્યું કે, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં તેમના આક્રમક અભિયાન તેમજ સંપૂર્ણ ભારતમાં “પરિવર્તનની લહેર” છે.
કેન્દ્રીય મંત્રી રાજવર્ધન રાઠોડની ટિપ્પણી વિશે પુછવા પર કે, મોદી સરકારના પક્ષમાં એક અન્ડરકરન્ટ છે પાયલોટે જણાવ્યું કે, ર૦૧૯ ર૦૧૪થી અલગ છે ત્યારે લોકો ભાજપને તક આપવા માટે તૈયાર હતા જ્યારે તે આ અસત્યાપિત અને લાંબા દાવા કરી રહ્યા હતા. પાંચ વર્ષમાં ભાજપે “શૂન્ય” વચન પૂરા કર્યા છે. પછી તે બ્લેકમની, શિક્ષણ, ખેતી આવક બે ગણી કરવી અથવા ભ્રષ્ટાચાર અને નક્સલવાદનો ઉકેલ હોય તમામ મુદ્દા પર ભાજપ નિષ્ફળ રહી છે. હવે લોકોનો નિર્ણય સરકારના પ્રદર્શન પર આધારિત હશે. તેમણે જણાવ્યું કે, નિવેદનબાજીથી મદદ નહીં મળે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts