Site icon Gujarat Today

આજે દરેક ક્ષેત્રમાં મંદી છે : સચિન પાયલોટ

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટે જયપુરમાં દેશની આર્થિક સ્થિતિ વિશે કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રમાં મંદી છે. રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એનપીએ ખૂબ  વધી  ગઈ છે. બેન્કો લોન આપી રહી નથી, નોકરીઓનું સર્જન બધં થયું છે અને ફેકટરીઓ બંધ થઈ ગઈ છે. તેમણે  કહ્યું હતું કે, આપણે પહેલા તો વાસ્તવિકતાનો ઈન્કાર કરવાને બદલે તેનો સ્વીકાર કરવો જોઈએ. બધા જ ભારતીય અને વૈશ્વિક સર્વે કહે છે કે અર્થતંત્રની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો આપણા દેશમાં કોઈ સમસ્યા હોય તો તેની નિંદા કરવાને બદલે આપણે હકારાત્મક સૂચનો આપવા જોઈએ.

Exit mobile version