Site icon Gujarat Today

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ભારત માટે ખતરો ઊભો કરી શકે : તેંડુલકર

નવી દિલ્હી,તા.૨૮
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ આગામી ૩૦ મેથી શરૂ થઇ રહ્યો છે, દરેક દેશના દિગ્ગજો ભારત અને ઇંગ્લેન્ડને વર્લ્ડકપની પ્રબળ દાવેદાર માની રહ્યાં છે. ત્યારે માસ્ટર બ્લાસ્ટરને આ ટૂર્નામેન્ટમાં બે ટીમો સૌથી મજબૂત લાગી રહી છે. સચીને ટીમ ઇન્ડિયાને આ બે ટીમોથી બચીને રહેવાની સલાહ આપી છે.સચીને મુંબઇ મિરર સાથેની વાતચીતમાં કહ્યું કે, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી ભારતીય ટીમે બચીને રહેવું પડશે, બન્ને ટીમોનું સંતુલન ખુબ જ સારુ છે. આ ઉપરાંત બે ટીમો સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ પણ છે જે ભારતીય ટીમને જબરદસ્ત ટક્કર આપી શકે છે.
સચીને વધુમાં કહ્યું કે, વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનની ટીમો પણ સંતુલિત છે, પણ મારા મતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ભારત માટે ખતરો ઉભો કરી શકે છે. ટીમ ઇન્ડિયાએ આ બે ટીમોથી ચેતીને રમવુ જોઇએ.

Exit mobile version