Sports

સચિનના જન્મદિવસે તમામ ચાહકોએ આપેલી શુભેચ્છા

મુંબઇ, તા.૨૪
સચિન તેન્ડુલકર આજે ૪૬ વર્ષનો થઇ ગયો હતો. આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના જન્મદિવસે ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી. સચિને પોતાના મિત્રો અને પરિવારની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. નવેમ્બર ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારત રત્ન જીતી ચૂકેલા સચિને ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી હતી.
માસ્ટર બ્લાસ્ટરના જન્મદિવસે સવારથી શુભેચ્છાનો વરસાદ શરૂ થઇ ગયો હતો. સચિનના આજે પણ કરોડો ક્રિકેટ ચાહકો છે. વિન્ડિઝ સામે વાનખેડે સ્ટેડિયમ ઉપર પોતાના હોમગ્રાઉન્ડ ઉપર અંતિમ ટેસ્ટ મેચ રમ્યા બાદ સચિને નિવૃત્તિ લીધી હતી. ૫૩.૭૮ રનની સરેરાશ સાથે સચિને ટેસ્ટ ૧૫,૯૨૧ રન કર્યા હતા જ્યારે ૪૬૩ વનડેમાં ૧૮,૪૨૬ રન કર્યા હતા. ટેસ્ટ મેચોમાં તેનો અદભુદ દેખાવ રહ્યો હતો. ટેસ્ટ મેચોમાં તે ૫૧ સદી અને વનડે મેચમાં ૪૯ સદી કરી ચૂક્યો છે જે એક રેકોર્ડ છે.