Ahmedabad

ગાંધીનગર સચિવાલયમાં દીપડો લટાર મારી નીકળી ગયો અને રાજભવનથી ઝડપાયો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.પ
ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં રવિવારની મોડી રાત્રે પ્રવેશેલો દીપડો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વૃક્ષાચ્છાદિત ઘનઘોર જંગલ છોડી ખૂંખાર માનવ વસ્તીમાં પ્રવેશેલો દીપડો કલાકોની જહેમત બાદ પાંજરે પુરાયો હતો. ત્યાં સુધી સચિવાલય અને આસપાસની ઈમારતના દરવાજા માનવો માટે બંધ કરી દેવાયા હતા. સચિવાલયમાં અભેઅ સુરક્ષાના દાવા વચ્ચે દીપડો ઘૂસ્યા હોવાની વાતે સચિવાલયની સુરક્ષાની પોલ ખોલી નાખી હતી. ગાંધીનગરમાં ગઇકાલે મોડી રાત્રે નવા સચિવાલયમાં ગેટ નં. ૭ પરથી દીપડો ઘૂસ્યો હતો અને સચિવાલયમાં તેના લટાર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. પરંતુ લાંબા સમયની શોધખોળને અંતે દીપડાનું લોકેશન રાજભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે મળ્યું હતું. ૧પ કલાકથી વધારે સમય બાદ દીપડો આખરે પુનિત વનમાંથી પાંજરે પૂરાયો હતો. ઉલ્લેખનીય છે કે દીપડો સચિવાલયથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રાજભવન નર્સરી અને પોલીસ વન આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. વન વિભાગે દીપડાને પકડી પાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારબાદ સચિવાલય રાબેતા મુજબ ચાલી કરી દેવાયું છે. મોડી રાત્રે સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમ સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી હતી. દીપડો માનવવસ્તીમાં ઘૂસ્યાના બનાવ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ કામ કરતા હોય છે તે જગ્યાએ દીપડો દેખાતા વન વિભાગ રીતસરનું દોડતું થઇ ગયું હતું. સાથો સાથ એક ચર્ચા એ પણ થઇ રહી છે કે આટલી બધી સુરક્ષાની વચ્ચે દીપડો અહીં પહોંચ્યો કંઇ રીતે ? ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ઘુસ્યાની માહિતી સામે આવતા જ વનવિભાગની ટીમ નવા સચિવાલય પહોંચીને દીપડાને પાંજરામાં પૂરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. દીપડો ક્યાં છે તે ચકાસવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. દીપડાનું લોકેશન મેળવીને તેને પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી. સામાન્ય રીતે ગામમાં અને ઘરમાં ઘૂસી જતા દીપડાઓથી આગળ વધીને આજે રાજ્યના પાટનગરમાં પણ નવા સચિવાલયમાં ઘૂસેલા એક દીપડાએ ખળભળાટ મચાવી દીધો હતો. આ સાથે જ સમગ્ર પાટનગરમાં નવા સચિવાલય ખાતે બે દીપડા ઘૂસ્યા હોવાની વાત પ્રસરી ગઈ હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે ગેટ નંબર ૭માંથી એક દીપડો સચિવાલયમાં ઘૂસ્યો હોવાની વાતને પુષ્ટી મળી હતી. આ પછી વન વિભાગ સહિત સમગ્ર તંત્ર દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં બપોરે ૧ર વાગ્યે આ દીપડાનું લોકેશન મળ્યું હતું. આ દીપડો સચિવાલયથી ગુપચુપ છટકીને રાજભવનની નર્સરીની આસપાસ હોવાનું લોકેશન જણાયું હતું. આ દીપડો ક્યાંથી કયા સમયે સચિવાલય સંકુલમાંથી જતો રહ્યો તે પણ સલામતી સ્ટાફ માટે પ્રશ્ન બની રહેશે જ્યારે આ દીપડાને ઝડપવા માટે જૂનાગઢથી પણ નિષ્ણાતોની ટીમ બોલાવવી પડી હતી. આખરે બપોરે ૩ વાગ્યા સુધીની મહેનત બાદ આ દીપડો સચિવાલય કે

છેલ્લે વર્ષ ર૦૦૯માં ગાંધીનગરમાં દીપડો દેખાયો ત્યારે પણ તેને પકડી લેવાયો હતો

ગાંધીનગરની નજીક આવેલા અરવલ્લી અને સાબરકાંઠાના જંગલ વિસ્તારોમાં વર્ષ ર૦૧૬-૧૭માં થયેલી ગણતરી પ્રમાણે દીપડાની સંખ્યા અંદાજે ૧૬ જેટલી છે. આ વિસ્તારોમાંથી દીપડો ગાંધીનગરમાં સાબરમતી નદીના કોતરોમાં થઈને આવ્યો હોવાનું અનુમાન છે. છેલ્લે વર્ષ ર૦૦૯માં પણ આવી જ રીતે દીપડો ગાંધીનગરમાં આવ્યો હોવાની ઘટના બની હતી ત્યારે પણ દીપડાને પકડી લેવામાં આવ્યો હતો.

દીપડો દિવસે સંતાઈ જતો હોવાની પ્રકૃતિને ધ્યાને રાખી તપાસ કરાઈ હતી

દીપડો દિવસે સંતાઈ જતો હોય છે, એવી દીપડાની પ્રકૃતિને ધ્યાન લઈને વનવિભાગ દ્વારા સાબરમતી નદીના પટની આજુબાજુના જંગલ વિસ્તાર અને પુનિત વનથી પોલીસ ભવન સુધીના વિસ્તાર તથા ‘જ’ રોડની આસપાસના વિસ્તારની ચકાસણી કરવામાં આવતા બપોરે ૧ર.૩૦ વાગ્યે પુનિત વન પાછળના ગરનાળામાં દીપડો જોવા મળ્યો હતો. ગરનાળાની બંને બાજુઓ ખુલ્લી હતી. દીપડાને પકડવા વન વિભાગે પાંજરા, ઝાડી, દોરડાં વગેરેની પૂરતી વ્યવસ્થા કરી હોવા છતાં દીપડો છટકીને પુનિત વન તરફ જતો રહ્યો હતો. ગાંધીનગરના નાયબ વનસંરક્ષણકે જણાવ્યું હતું કે, વનવિભાગના કર્મચારીઓ દીપડાને લોકેટ કરીને ફરીથી ગરનાળા તરફ ખસેડી લાવ્યા હતા. પુનઃ દીપડો ગરનાળમાં ઘૂસ્યો હતો. રપથી ૩૦ મીટર લાંબા ગરનાળામાં પ્રવેશેલા દીપડાને ખૂબ મુશ્કેલીથી બેભાન કરવામાં સફળતા મળી હતી. બેભાન દીપડાને પાંજરામાં પ્રકૃતિ ઉદ્યાન, ઈન્દ્રોડા પાર્કમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હવે દીપડો ભાનમાં અને સંપૂર્ણ સ્વસ્થ છે.

દીપડાને ટ્રાન્કવીલાઈઝર ગનથી બેભાન
કર્યા વગર પાંજરે પૂરવામાં આવ્યો

ગાંધીનગરમાં નવા સચિવાલયમાં જોવા મળેલો દીપડો કલાકો બાદ પાંજરે પુરાયો છે. સચિવાલયના ગેટ નંબર બેથી મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ જવાના માર્ગ પરથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. દીપડાને બેભાન કરવા માટે ટ્રાન્કવીલાઈઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગનમાંથી ૪ રાઉન્ડ છોડ્યા હતા. જેમાંથી એક મીસફાયર થયું હતું. દીપડાને બેભાન કરી વન વિભાગે સમગ્ર ઓપરેશનને પાર પાડ્યુ હતું. દિપડો મોડીરાત્રે નવા સચિવાલયના પરિસરમાં ઘૂસી આવ્યો હતો. જે બાદ વનવિભાગે આ વિસ્તારમાં પોતાનું મેગાસર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. વનવિભાગે કહ્યું કે, દીપડો ગેટ નંબર સાતથી આવ્યો હતો. પરંતુ સીસીટીવીના આધારે જ ખ્યાલ આવ્યો કે દીપડો સચિવાલયની બહાર નીકળી ગયો હતો. દીપડાના કારણે સચિવાલયમાં રજા આપી દેવાઈ હતા અને ૩ જિલ્લાના વનવિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કલાકોની જહેમત બાદ રાજભવન નર્સરી અને પોલીસ વાન વચ્ચે જોવા મળ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા હતા. જેથી આ વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને વનવિભાગે આ વિસ્તારમાં પોતાનું મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. અંતે એક નાળામાં દીપડો છૂપાઈને બેઠો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.