સાદાત એસોસિએશન (ગુજરાત)નો તા.૧૩/૦૮/૧૭ના રોજ ગાંધી હોલ, અમદાવાદ ખાતે ૧૩મો વાર્ષિક સમારંભ પ્રોગ્રામ ભવ્ય રીતે યોજાયો.
આ પ્રોગ્રામમાં અમદાવાદ તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી ઘણી મોટી સંખ્યામાં સાદાત સમાજના સભ્યો તથા આમંત્રિતો ઉપસ્થિત રહેલા.
આ પ્રોગ્રામમાં સાદાત એસોસિએશનના પ્રમુખ જ.અબરારઅલી એસ. સૈયદ દ્વારા સ્વાગત પ્રવચન તથા ખાસ આમંત્રિત મહેમાનોનો તથા એવોર્ડ પ્રાપ્તકર્તા સાદાતોનો વિગતવાર અને વિશિષ્ટ પરિચવ આપેલ, તથા સાદાત એસોસિએશનની સને-ર૦૦પથી શરૂ થઈ આજદિન સુધીની તમામ કામગીરીની વિગતવાર રૂપરેખા આપેલ તથા દરેકને એસોસિએશન સાથે જોડાવવા અને સહકાર આપવા અનુરોધ કરેલ.
આ પ્રોગ્રામમાં સાદાત દ્વારા સામાજિક ક્ષેત્રે તથા પોત પોતાના ફિલ્ડમાં કરવામાં આવેલ વિશિષ્ટ પ્રદાન તથા મેળવેલી સફળતા બદલ તેઓ તમામને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવેલ. સદર સન્માન પ્રાપ્ત કરનાર મહાનુભાવોમાં, નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ લિયાકતહુસેન સમસુદ્દીન પીરઝાદાનો સમાવેશ થાય છે અને તેમણે તેમના વકતવ્યમાં સાદાત એસોસિએશનની કામગીરીને બિરદાવેલ અને તેમણે શિક્ષણ ઉપર વધુ ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરવા અનુરોધ કરેલ. ત્યારબાદ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ રીઝવાના બુખારીનું પણ બહુમાન કરવામાં આવે અને તેમણે સૈયદ શબ્દનો મતલબ “ સરદાર” થતો હોઈ, તે મુજબ સાદાતોને કામગીરી કરવા આહ્વાન કરેલ. ત્યારબાદ ઈન્ડિયન ફોરેસ્ટના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન સાજીદઅલી સૈયદનું બહુમાન કરવામાં આવેલ. તેમણે તેમના વકતવ્યમાં ગામડામાં વસતા સાદાતોની ચિંતા વ્યક્ત કરી તે પરત્વે કામગીરી કરવાનું સૂચન કરેલ. ત્યારબાદ અમદાવાદ યુનિ.માં પ્રો. તરીકે કામગીરી કરતાં ડો. અબરારઅલી સૈયદનું બહુમાન કરવામાં આવેલ તેમણે તેમના વકતવ્યમાં મેનેજમૈન્ટ અંગેની વિશિષ્ટ એક્ષ્પર્ટીને ધ્યાનમાં લઈ તેમની સેવાઓનો ઉપયોગ કરવા સૂચન કરેલ, તથા એજ્યુકેશન ક્ષેત્રે તેઓ કામગીરી કરવા તથા સહકાર આપવા તત્પર હોવાનું જણાવેલ. ત્યારબાદ શુટીંગ ક્ષેત્રે સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર સુહીલ ઝહીરૂદ્દીન સૈયદ (એડવોકેટ)નું પણ સન્માન કરવામાં આવેલ, તેમણે તેમના વકતવ્યમાં, દરેક સાદાતે પોતાના સંતાનો સાથે આ પ્રકારના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહે તો તેમના સંતાનોની રૂચિ કેળવાય તથા આવનારી પેઢી પાસેથી પ્રતિભાઓ પ્રાપ્ત થાય તેવું સૂચન કરેલ. સન્માન પ્રાપ્ત કરનાર આયશા આઈ. સૈયદનાએ મુસ્લિમ સમાજના એજ્યુકેશનના ડ્રોપ આઉટ રેશિયો પરત્વે ચિંતા વ્યક્ત કરી તેમના એનજીઓની આ પ્રકારની કાર્યવાહીમાં મદદ કરવા અનુરોધ કરેલ. સમગ્ર મેડિકલ ક્ષેત્રે ઓલ ઈન્ડિયા પ્રવેશ પરીક્ષામાં ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી ર૬મા ક્રમે કામયાબી પ્રાપ્ત કરનાર ડો.અયાઝ સૈયદ વતી તેમના પિતાને સન્માનપત્ર આપવામાં આવેલ. બરોડા સ્થિત અજીજ સૈયદના સુપુત્ર આબીદ સૈયદનાએ ક્રિકેટ ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ બદલ તેમને સન્માનપત્ર આપવામાં આવેલ, જેનો પ્રતિભાવ સ્વરૂપે તેમના પિતા અજીજ સૈયદે દરેક વ્યક્તિએ જિંદગીમાં એક ઓબ્જેક્ટ આ પ્રોગ્રામમાં હૈદરાબાદ ખાતેથી અત્રે મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય લેવલના જાણીતા ઈસ્લામિક સ્કોલર અને વિદ્વાન ડો. સૈયદ અલીમ અશરફ સાહેબ ઉપસ્થિત રહેલા. જેઓ હાલમાં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિ. ખાતે પ્રો. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે. તેમણે તેમના વકતવ્યમાં ઉપસ્થિત રહેલા તમામને સાદાતોના ઈતિહાસથી પરિચિત કરાવેલ તથા હાલના પ્રવર્તમાન સમયના સાદાતોના હક્કો અને જવાબદારીઓની અદાયગી પરત્વે પણ મહત્ત્વનું માર્ગદર્શન આપેલ. તેમણે તેમના વકતવ્યમાં સાદાતોના ઈતિહાસ પરત્વે વિગતો આપતાં જણાવેલ કે ગુજરાતમાં ઈ.સ. ૧૦૦૦ના વર્ષમાં ભરૂચ બંદરે ૧૦,૦૦૦ જેટલા સાદાત કુટુંબો ગુજરાતમાં આવેલા હતા. તેમણે ત્યારબાદ દીન અને દુનિયા ક્ષેત્રે સમાજને સતત પ્રભાવિત કરેલા છે.
તેઓએ કુર્આનનો હવાલો આપીને જણાવ્યું કે દરેક મુસ્લિમ જન્નતમાં જવા ઈચ્છે છે. આ જન્નતનો માલિક તેને બનાવનાર અને તેમાં લઈ જનાર કુર્આને કરીમમાં ફરમાવે છે કે, જન્નત અલ્લાહથી ડરવાવાળાઓ માટે છે. આ ડરવાવાળા એટલે કોણ ? જે મોમીન છે તે, જે મુતક્કી છે તે. આવા મોમીનમાં ચાર મહત્ત્વની ખાસિયતો (સીફતો) હોવી ખૂબ જ જરૂરી છે.
(૧) અલ્લાહની રાહમાં ખર્ચ કરનાર હોય એવા લોકો કે જેની પાસે ખૂબ માલ, દોલત હોય તો પણ ખર્ચ કરે અને ઓછી માલ, દોલત હોય તો પણ યથાશક્તિ ખર્ચ કરે.
(ર) પોતાના ગુસ્સાને નિયંત્રિત કરે. નાની નાની વાતો પર ગુસ્સો ન કરે. જે વ્યક્તિ ગુસ્સાને કન્ટ્રોલ કરી શકતી નથી તે બીજું કશું સારૂં કરી શકતી નથી. અગર કોઈ વ્યક્તિ પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી શકતી નથી તો તેણે અલ્લાહની તૌબા કરવી જોઈએ કે એવી કઈ બાબત છે કે જેને કારણે તેનામાં એવી સીફત આવી ગઈ છે જે હોવી જોઈએ નહીં. એટલે કે અલ્લાહ તેનાથી નારાજ છે. આપ (સ.અ.વ.)એ હઝરત ઈમામ હુસેન અને હસનને કહ્યું હતું કે તમને ગુસ્સો કરવાનો હક્ક નથી.
(૩) તમામ લોકોને માફી આપવી. માફ કરવાવાળા લોકોને અલ્લાહ પસંદ કરે છે. એવી કોઈક બાબતો હોય કે જેનાથી ગુસ્સો આવે તેને નજરઅંદાજ કરવી જોઈએ. જો તમે ઈચ્છતા હો કે અલ્લાહ તમને માફ કરે, તો તમે તેના બંદાઓને માફ કરો. જે માફી વ્યક્તિ મસ્જિદમાં અલ્લાહ પાસે માંગીને બહાર આવે છે તે બીજાને આપતા કેમ હીચકીચાટ કરે છે. બહાર આવીને બીજા સાથે કેમ ઝઘડવાનું શરૂ કરે છે. મુસ્લિમોએ હઝરત ઈમામ હુસેન પાસેથી સબ્ર હાસિલ કરવું જોઈએ. સબ્ર એ આજના સમયમાં સમગ્ર માનવજાત માટેનો પ્રશ્ન છે. મુસ્લિમોએ તેના પર અમલ કરી સમગ્ર દુનિયામાં તેનો ફેલાવો કરવાનો છે.
(૪) લોકોની મદદ કરવી. ખિદમતે ખલ્ક કરવી, એટલે કે, ખાદીમ બનવું અલ્લાહને પસંદ છે. જે વ્યક્તિ ખાદીમ હોય તે જ મખદુમ બની શકે છે. જે વ્યક્તિને અલ્લાહ પસંદ કરે છે તે જ ખાદીમ બની શકે છે.આ અંગે તેઓએ રાબીયા બસરીના એક કિસ્સાને ટાંકતા જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ રાબિયા બસરીને પૂછ્યું કે, અલ્લાહે અમોને દિવસમાં રોજા રાખવાની તૌફિક આપી છે. તો અમે તેની શુક્ર ગુજારી કેવી રીતે કરીએ ? જવાબમાં રાબીયા બસરીએ કહ્યું કે, રાત્રે નમાઝ પઢીને શુક્ર અદા કરો.
આ ચાર બાબતોને અલ્લાહ પસંદ કરે છે અને આના પર અમલ કરનારને જન્નત પ્રાપ્ત થશે. તેવી ખુશ ખબરી અલ્લાહે ખુદ આપી છે.
તેઓએ તમામ માનવજાત અને ખાસ કરીને સાદાતોને જણાવ્યું હતું કે, આપણે આપણા હક્કો બયાન કરીએ છીએ. હક્કો ઉપર ધ્યાન આપીએ છીએ. પરંતુ આપણી જવાબદારીઓ ઉપર ઓછું ધ્યાન આપીએ છીએ. આપણી જવાબદારીઓનો અહેસાસ આપણે કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની જાતની ઈસ્લાહ કરવી જોઈએ. પહેલા પોતે કાંઈક હાંસિલ કરો, ત્યારબાદ બીજાને તેની દાવત આપો. કોઈપણ વસ્તુ બીજાને આપતા પહેલાં, પોતે હાંસલ કરવી જરૂરી છે. જો આપણે અલ્લાહની ફરમાબરદારી, નેકી, ઈલ્મ, ખીદમતે ખલ્કમાં પરોવાયેલા નહીં હોઈએ, તો બીજાને તેની દાવત આપવાનો કોઈ અર્થ નથી. જો તમે ઈચ્છતા હો કે તમારા બાળકો સારૂં ઈલ્મ મેળવે, તો પહેલાં તમે પોતે ઈલ્મ હાંસલ કરો.
સામાન્ય રીતે મુસ્લિમ સમાજના કાર્યક્રમોની શરૂઆત ફરિયાદોથી થાય છે, અને મુતાલબા પર પૂરી થાય છે. આ એક પછાતપણાની નિશાની છે. આપણે શિકાયત કરવાને બદલે શિકાયત સાંભળવાની સ્થિતિમાં આવવાની જરૂર છે. અલ્લાહે મુસલમાનોને માંગવા માટે નહીં પરંતુ બીજાને કંઈક આપવા માટે બનાવ્યા છે.
આમ જનાબ સૈયદ અલીમ અશરફ સાહેબે તેમના વકતવ્યમાં, ઈસ્લામના દરેક અનુયાયીઓએ, ખાસ કરીને દરેક સાદાતોએ (૧) સબ્ર, (ર) માફી, (૩) ગુસ્સાને પી જવો અને (૪) ખુદની જાતથી ઈસ્લાહ કરવી જેવી બાબતોનો અનુરોધ કરેલ. આ બાબતે દાખલા ટાંકીને તેમણે સબ્ર માફીનો મહીમા સમજાવેલ. તેમણે સબ્ર, માફી અને ગુસ્સાને પી જનાર વ્યક્તિ, અલ્લાહની નજીક ચોક્કસપણે રહેમત પ્રાપ્ત કરનાર વ્યક્તિ બનેલ હોવાનું જણાવેલ. તેમણે તેમના વકતવ્યમાં, મુકેલ. પોતાની ઈસ્લાહ કરવાથી આપોઆપ સબ્ર, માફી અને ગુસ્સાને પી જવા જેવી આદતો કેળવાઈ જતી હોવાનું જણાવેલ. આ પ્રકારની કામગીરી સમાજમાં ઘણા વર્ષથી ખાનકાહો દ્વારા કરવામાં આવતી હોવાનું અને તેના કારણે મોટી સંખ્યામાં સમાજ જીવનને પ્રભાવિત કરી લાભ થયેલ હોવાનું તેમણે તેમના વિશિષ્ટ સંબોધનમાં જણાવેલ. આ પ્રકારની કામગીરી ઉપસ્થિત રહેલા તમામને કરવા અનુરોધ કરેલ. જનાબ સૈયદ અલીમ અશરફ સાહેબે તેઓ સાદાત એસોસિએશન (ગુજરાત)ની કામગીરીથી તેઓ પ્રભાવિત થયેલ હોવાનું અને આ પ્રકારની કામગીરી સારૂં તેઓએ સહકાર આપવા પણ વચન આપેલ. આ પ્રોગ્રામમાં સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવતા સાદાત એક્ષેલન્સી એવોર્ડ ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને સમાજ સેવક જ. મોહમ્મદ સુહેલ તિરમીઝીને એનાયત કરવામાં આવેલ. તેમણે જણાવ્યું કે, પોતાનો કિંમતી સમય વેડફવો ન જોઈએ અને વ્યક્તિગત તથા સમાજ જીવનને મદદ થાય તેવા કાર્યો કરવા જોઈએ. તેવો અનુરોધ કરેલ અને તેના સંદર્ભે ‘ગુજરાત ટુડે’ દ્વારા, આ બાબતે વકતવ્યમાં હિન્દુસ્તાનના ઘડતરમાં મુસ્લિમો દ્વારા આપવામાં આવેલ અનેક પ્રકારના યોગદાનને યાદ કરીને તે વખતની મુસ્લિમોની ઉચ્ચ પરિસ્થિતિ નોંધ લેવા અને ત્યારબાદ ક્રમશઃ થયેલ ઘટાડાની નોંધ લેવા અને તેના કારણો પરત્વે પણ ચિંતન કરવાનો અનુરોધ કરેલ. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલ, પીરે તરીકત જનાબ બદરેઆલમ સાહેબે પણ સન્માનનો પ્રત્યુત્તર આપતા તેમના વકતવ્યમાં સાદાત એસોસિએશનની કામગીરી બિરદાવેલ અને આજના સમયમાં “સાદાત હોલ”ના નિર્માણની જરૂરિયાત ઉપર વિશિષ્ટ ભાર આપેલ અને આ પ્રકારના હોલના નિર્માણ સારૂં સમાજના દાતાઓને આગળ આવવા અનુરોધ કરેલ. તે સારૂં તેમણે પોતે પણ સૌપ્રથમ માતબર રકમની ઓફર કરેલ અને ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા પણ તેમાં ઉમેરો કરી હોલના નિર્માણનું સૂચન સ્વીકારેલ.
આ પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાતના સાદાત સમાજના ઉચ્ચ ક્રમે ઉત્તીર્ણ થયેલ કુલ્લે ૩ર તેજસ્વી તારલાઓનું પણ બહુમાન કરવામાં આવેલ.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સુબામીયા કાદરી રહેલા હતા. તેમણે મીરર થેરાપી અપનાવી અને જ. સૈયદ અલીમ અશરફ સાહેબે જણાવેલ પોતાની જાતની ઈસ્લાહ કરવા પરત્વે કરેલ અનુરોધને સમર્થન આપેલ.
કાર્યક્રમમાં આભારવિધિ પ્રો.ઈસ્માઈલહુસેન સૈયદ દ્વારા કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં એસોસિએશનના ઉપપ્રમુખ લિયાકતઅલી કાદરી તથા ટ્રેઝરર રશીદભાઈ કાદરી તથા ટ્રસ્ટી મઝહરઅલી સૈયદ, જ.ચોકવાલા સાહેબ, શકીલભાઈ સૈયદ, સિરાજુદ્દીન સૈયદનાએ તથા મદદ જ.અહેમદઅલી સૈયદ (સરખેજ)નાએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
આ પ્રોગ્રામનું સફળ સંચાલન જ.હાજીમિયાં એન. કાદરી દ્વારા કરવામાં આવેલ.
આ પ્રોગ્રામમાં સાદાત એડવાઈઝરી બોર્ડના સભ્યો જે.એફ.એ. સૈયદ, જ.સમસુદ્દીન પીરઝાદા સાહેબ, આર.એ. કાદરી સાહેબ વગેરે ઉપસ્થિત રહેલા તદુપરાંત જ.પ્રો. મહીયુદ્દીન બોમ્બેવાલા, પ્રો.અબ્બસી સાહેબ, યાસીન બાપુ (સરખેજ), દાદામિયા કાદરી બાપુ (રૂપાલ), પ્રો.નશીરમીયા એમ. કાઝી, ડો. અઝીઝ કાઝી, યુ.એફ મલીક, ઈમામખાન પઠાણ, નિવૃત્ત જજશ્રી એમ.એફ. સૈયદ, પ્રો. અબ્દુલ રહીમ શેખ, અકબરઅલી સૈયદ (રાજકોટ) ઉપસ્થિત રહેલા. તદુપરાંત નડિયાદ, ખેડા, વડોદરા, રાજકોટ, પાટણ, ગણવાડા (સિધ્ધપુર) ગાંધીનગર તથા અન્ય ગુજરાતના વિવિધ ભાગમાં વસવાટ કરતાં સાદાતો તેમના કુટુંબો સાથે મોટી સંખ્યામાં હાજર રહેલા.
આ પ્રોગ્રામમાં સાદાતોના સંતાનોના લગ્ન વિષય મુદ્દા પરત્વે પણ એલઈડી પ્રોજેક્ટર ઉપર ડેટા/વિગતો આપીને તે પરત્વે સફળતાપૂર્વક વાલીઓની મુલાકાત અંગેનો કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવેલ.