મુસ્લિમ મહિલાઓને સાધ્વી પ્રાચીની સલાહ; કહ્યું : ‘ત્રણ તલાક, નિકાહ હલાલાથી મુક્તિ મેળવવા માટે હિન્દુ ધર્મ અંગીકાર કરો !’

(એજન્સી) નવી દિલ્હી, તા.૧
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નેતા સાધ્વી પ્રાચીએ ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા જેવી ઈસ્લામિક પ્રથાઓથી બચવા હિન્દુ પુરૂષો સાથે લગ્ન કરવા અને હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવા મુસ્લિમ મહિલાઓને સલાહ આપી છે. વીએચપી નેતા સાધ્વીએ કહ્યું કે, મુસ્લિમ છોકરીઓએ નિકાહ હલાલા અને ટ્રિપલ તલાકથી છૂટકારો મેળવવા માટે હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરી લેવા જોઈએ અને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવું જોઈએ. સાધ્વીએ કહ્યું કે, નકલી ફતવાઓ બહાર પાડતા મૌલવીઓને સજા ફટકારવી જોઈએ કારણ કે તેઓ સમાજને બગાડી રહ્યા છે.
સાધ્વીએ જણાવ્યું કે, તેઓ મુસ્લિમ મહિલાઓને વ્યક્તિગત રૂપે મળીને હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવા આગ્રહ કરશે. સાધ્વીએ મુસ્લિમ મહિલા કે જેની વિરૂદ્ધ બરેલી જામા મસ્જિદના ઈમામે ટ્રિપલ તલાકની જાહેરમાં ટીકા કરવા બદલ ફતવો જારી કર્યો હતો તે નિદાખાનને સલાહ આપી કે, તેઓ નિદાખાનનું હિન્દુ ધર્મમાં સ્વાગત કરવા તૈયાર છે. ઘણા હિન્દુ છોકરાઓ તેની સાથે લગ્ન કરીને સન્માનપૂર્વક જીવન આપવા ઈચ્છુક હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks