કરાચી, તા.૧૪
પાકિસ્તાની સ્પિનર સઈદ અજમલે બોલિંગ એક્શનમાં ફેરફાર કરવાના બે વર્ષ બાદ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પોતાની સફળ પણ વિવાદાસ્પદ કારકિર્દી દરમ્યાન અજમલ એક સમયે વન-ડે અને ટ્વેન્ટી-ર૦માં વિશ્વનો નંબર વન બોલર હતો અને ટેસ્ટ મેચોમાં પણ ઘણો સફળ હતો તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ર૦૧રમાં ત્રણ ટેસ્ટ મેચોમાં ર૪ વિકેટ ઝડપી હતી પણ ત્યારબાદ તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જાહેર કરાઈ અને તેના પર પ્રતિબંધ લગાવી દેવાયો તેણે બદલાયેલી એક્શન સાથે ર૦૧પમાં પુનરાગમન કર્યું પણ તેની બોલિંગમાં પહેલાં જેવી ધાર રહી નહીં. બોલિંગની મંજૂરી મળ્યા બાદ તેણે બાંગ્લાદેશમાં બે વન-ડે અને એક ટ્વેન્ટી-ર૦માં ફક્ત એક વિકેટ ઝડપી ત્યારબાદ તેની કયારેય રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ નહીં. અજમલે ૩પ ટેસ્ટ મેચમાં ૧૭૮ વિકેટ, ૧૧૩ વન-ડેમાં ૧૮૪ વિકેટ અને ૬૪ ટ્વેન્ટી-ર૦ મેચમાં ૮પ વિકેટ ઝડપી પોતાની સફળ કારકિર્દી છતાં અજમલે કહ્યું કે, છેલ્લા બે વર્ષ તેના માટે નિરાશાજનક રહ્યા.