સગાઓની મારની બીકના કારણે માતા સંતાનોને ઘરમાં પૂરીને ભણાવતી હતી : અતિકા પઠાણ

(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૪
ભરૂચ જિલ્લાના જ અંકલેશ્વર તાલુકાના કસ્બાતીવાડની રહીશ અતિકા ઝીયા અહમદખાન પઠાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક ડૉ.એમ.જી.ટીમોલના માર્ગદર્શન હેઠળ ન્યુ ડિડક્ટીવ ગ્રૃપ બેઇઝડ આલ્ગોરીધમ ફોર બાઉન્ડ્રી વેલ્યુ પ્રોબલ્મસ વિષય સાથે પીએચ.ડી. કરી હતી. આ ડિગ્રી આ વિદ્યાર્થીનીએ આજે દુબઇથી આવી મેળવી હતી. જેણીએ જણાવ્યું હતું કે તેણીના લગ્ન દુબઇ ખાતે રેહેતા અને મૂળ દિલ્હી નિવાસી મહંમદ નસીમ સાથે થયા હતા.જેથી તેણી પાછલા બે વર્ષથી દુબઇ ખાતે રહે છે.પરંતુ યનિવર્સિટીના વહીવટકર્તાઓના સહકારના કારણે તેણી દુબઇ રહીને પણ પોતાનો પીએચ.ડી.નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકી હતી.જેની તેને બેહદ ખુશી હતી.તેણીએ પોતાની અહિં સુધી પહોંચ્યાની કહાણી વર્ણવતાં જણાવ્યું હતું કે,પોતાના પિતા એડવોકેટ છે.જેમના પાંચ સંતાનોમાં પોતે સૌથી મોટી પુત્રી છે.માટે તેણીએ નોકરી કરી પિતાને આર્થિક રીતે મદદરુપ થવાનું કામ કર્યું હતું.તેણી જ્યારે એચ.એસ.સી.માં પાસ થઇ હતી.ત્યારે સગાઓ તેણીને મારવા માટે આવતા હતા.પરંતુ તેણીની માતા બાળકોને ઘરમાં પુરીને ભણાવતી હતી. ભરૂચની જે.૫ી.સાયન્સ કોલેજમાં એચઓડી રહી ચુકેલી અતીકાએ જણાવ્યું હતું કે અમારા સમાજમાં હજી લોકો દીકરીઓને ઉચ્ચઅભ્યાસ કરાવવામાં નિરુત્સાહી છે.જેની પાછળ લોકો એવું કારણ આપતા હોય છે કે દીકરીઓને ઘર બહાર કાઢીશું તો તેઓ બગડી જશે.પરંતુ આ બાબત યોગ્ય છે જ નહિં.ઉપરાંત ગુજરાતમાં પીએચ.ડી. થયા બાદ પણ કાયમી નોકરી મળવી મુશ્કેલ છે.જ્યારે દુબઇમાં પોતે હાલ નેશનલ સ્કૂલમાં બ્રિટીશ કરીક્યુલમમાં ઓ લેવલના એક્ઝામીનેશનના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યી છે.જે તેણીની કાયમી નોકરી છે સાથે પગાર પણ સારો છે.જો કે હાલમાં પણ તેણી પોતાના દુઃખના દિવસો ભુલી શકી નથી.આમ છતાં તેણી વીએનએસજીયુના અભ્યાસક્રમને ખૂબ સારો ઘણાવે છે.તેણીએ સમાજમાં લોકોએ સ્ત્રીઓને વધુ ભણાવવાની હાકલ કરતા,હાલમાં જ સુપ્રિમકોર્ટ દ્વારા ટ્રીપલ તલાકના સંદર્ભમાં અપાયેલા ચુકાદા મુદ્દે જણાવ્યું હતું કે આ ચુકાદો બિલકુલ યોગ્ય નથી.શરીયતના કાનુનમાં જે છે તેજ યોગ્ય લેખાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks