(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૧૯
વલ્લભીપુરના રતનપર ગામે સગીરા ઉપર બળાત્કાર ગુજારનારા આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા કોર્ટે ફટકારી છે. આ કામનો આરોપીતા.રર-ર-ર૦૧૬ના રોજ ફરિયાદીની દીકરી ભોગ બનનાર (ઉ.વ.૧૪)ને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરી. અમરેલી પાસેના કુડાવાવ ગામે આરોપીના સંબંધી વિપુલભાઈ ઉર્ફે મુકેશભાઈ બારૈયાના ઘરે લઈ ગયેલ અને રાત્રી દરમ્યાન રોજ ભોગ બનાર સાથે તેણીની સંમતી વગર શરીર સંબંધ બાંધેલ જેથી ફરિયાદીએ બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે. જજ અને પાંચમાં એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે મહેશ ઉર્ફે માલો ડાયાભાઈ દુમાડિયા કોળી સામેનો ગુનો સાબિત માની, આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ રૂા.૩૦૦૦નો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા, ફટકારી છે.