કેન્દ્રએ કેરળને પૂરતી સહાય પૂરી પાડી નથી : રાહુલ ગાંધી

(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂરગ્રસ્ત કેરળની બે દિવસીય મુલાકાત પર ગયા છે. જ્યાં તેમણે કહ્યું કે તે ખૂબ જ દુઃખની વાત છે કે, ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પૂરગ્રસ્તોની મદદ કરવા માટે પૂરતી રાહત આપી રહી નથી. પૂરગ્રસ્ત કેરાલિયનોનો એ હક છે કે તેમને કેન્દ્ર દ્વારા મદદ કરવામાં આવે પરંતુ હું ખૂબ જ દુઃખી છું કે, કેન્દ્ર સરકાર તરફથી તેમને પૂરતી મદદ મળી નથી. કેન્દ્ર સરકારે કેરળ સાથે પારકા જેવો વ્યવહાર કરવાથી બચવું જોઈએ. જ્યારે કેન્દ્ર સરકારે યુએઈની મદદ લેવાનો ઈન્કાર કર્યો હતો. તે બાબત અંગે તેમને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, જો કોઈપણ વ્યક્તિ દેશ વગર શરતે કેરળના લોકોનું દુઃખ ઓછું કરવા માટે નાણાકીય સહાય આપે તો હું લઈ લેત. હું યુએઈ જેવા વિદેશી નાણાકીય સહાયને પૂરગ્રસ્ત કેરળને ફરી જીવંત બનાવવા માટે લઈ લેવી જોઈએ તેવું માનું છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks