જો સૈફ-કરીનાએ તૈમૂર નામ રાખવામાં ભૂલ કરી હોય તો પછી જેમનું નામ અશોક છે એનું શું કરવું ?

(એજન્સી)નવી દિલ્હી, તા.૨૫

જો ભગવાન રામના નામવાળી વ્યક્તિ સ્વતંત્ર ભારતનો પ્રથમ ત્રાસવાદી બને તો શું આપણે આપણા બાળકોના નામ નાથુ, નાથુમલ કે રામ રાખવાનું બંધ કરી દઈશું ? જ્યારે અશોક નામનો સમ્રાટ પોતાના ૯૯ સાવકા ભાઈઓની હત્યા કરીને તેમને પટનાના આગના કૂવામાં ફેકી દે અને કલિંગના યુદ્ધમાં એક લાખ લોકોને મારી નાંખે તો શું આપણે કોઈ પણ ટોમ, ડીક અને હેરીનું નામ તેના નામ પાછળ રાખવાનું બંધ કરીશું ? જ્યારે સિકંદર (એલેક્ઝાંડર) અનેક લોકોની ભારતીય ઉપખંડમાં હત્યા કરે છે તો શું આપણે તેમનું નામ શૌર્યના પર્યાયરૂપ રાખવાનું બંધ કરીશું ? આમ જો કરીના અને સૈફ અલી ખાનના પુત્રનું નામ પશ્ચિમ એશિયાના ભયાનક વિજેતા તૈમૂરના નામ પાછળ રાખવામાં આવે તો એમાં આટલો બધો ઊહાપોહ શા

માટે ? જમણેરી પાંખના લોકોએ સૈફીના નવજાત પુત્રના નામ પાછળ સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રોલિંગ સાથે હોબાળો મચાવ્યો છે. આ બધા છાતી કૂટતા ટ્રોલ એ હકીકતનો સ્વીકાર કરતા નથી કે પ્રાચીન અને મધ્યકાલીન ભારત પર શાસન કરનાર મોટા ભાગના રાજાઓમાં તેમના સામ્રાજ્યોનું રક્ષણ કરવાની, યુદ્ધ જીતવાની અને પશ્ચિમના હુમલાખોરો સામે અડીખમ ઊભા રહેવાની ક્ષમતા ન હતી તેથી તેઓ આ હતાશાનો બડાપો એક નવજાત શિશુ પર કાઢી રહ્યા છે. પાકિસ્તાન, કાશ્મીરીઓ અને ત્યારબાદ ઘરઆંગણે રાષ્ટ્ર વિરોધીઓ સામે લડ્યા બાદ તમે એક નવજાત બાળકના સ્તર સુધી નીચે જવાની હરકત કરી છે. સુસભ્ય સમાજમાં લોકો પાસે શાલિનતાના કેટલાક સ્થાપિત નિયમો પ્રમાણે વર્તણૂકની અપેક્ષા હોય છે પરંતુ સુસભ્ય સમાજમાં કોઈ એક નવજાત બાળકને નફરત અને કટ્ટરવાદના રાજકારણમાં ઘસેડવાનો હિન્ન પ્રયાસ કરતા નથી. અહીં રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને હિંદુત્વના નામે આ પ્રકારની હિનતાનું ખુલ્લેઆમ પ્રદર્શન થઈ રહ્યું છે.

તૈમૂર એ તુર્કીમાં એક સામાન્ય નામ છે તેમણે મધ્ય એશિયાના અનેક શહેરો પર ચડાઈ કરીને વિનાશ વેર્યો હોવા છતાં પ્રત્યેક દેશમાં માતા-પિતા ગર્વભેર પોતાના બાળકોનું નામ તૈમૂરના નામ પાછળ રાખે છે. ઉઝબેકિસ્તાનમાં તૈમૂરને હીરો અને સમરકંદના શિલ્પી માનવામાં આવે છે. આખરે શેક્સપિયરે જણાવ્યું તેમ નામમાં શું બળ્યું છે ? જેને આજે આપણે નાથુરામ કહીએ છીએ તે આવતી કાલે મર્યાદા પુરૂષોત્તમ રામ બની શકે છે. બરાબરને ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks