મોર્ટરામાં ખેડૂતની જમીન પચાવી પાડતા ભૂમાફિયાને સાત વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

અમદાવાદ,તા.૩૧
અમદાવાદના મોટેરા ગામની પાછળ આવેલા અને ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા કોટેશ્વર ગામમાં ખેડૂતની જમીન પચાવી પાડવાના કેસમાં ગાંધીનગર ડિસ્ટ્રિકટ કોર્ટના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નરોડા વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય ભૂમાફિયા પરસોતમદાસ ચિમનાણીને ગુનેગાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ આરોપી પરસોતમદાસ ચીમનાણીએ ગાંધીનગરના કોટેશ્વરના ખેડૂતની ૧૧ વીઘા જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ગાંધીનગર તાલુકાના કોટેશ્વર ગામે ૧૧ વીઘા જમીન ધરાવતા રામાજી છોટાજી ઠાકોરએ વર્ષ ર૦૦પમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં નરોડા પાટિયા પાસેની નવદુર્ગા સોસાયટીમાં રહેતા પરસોતમદાસ ચીમનાણી સામે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીના વકીલ કરણસિંહના જણાવ્યા અનુસાર આરોપી પરસોતમદાસે જમીન માલિક રામાજીની જમીનના બોગસ કાગળ ઊભા કરીને ફ્રોડ પાવર ઓફ એટર્ની મૃતક વ્યક્તિની ઉપજાવી કાઢીને પોતાના જ નામે ગેરકાયદેના વેચાણ દસ્તાવેજ ઉપજાવી કાઢ્યા હતા.
કોટેશ્વરની જમીનના કેસમાં મેજિસ્ટ્રેટ આર. ડી. મહેતાએ વકીલની દલીલો, દસ્તાવેજી પુરાવા, તપાસ અધિકારીની જુબાની તથા સાહેદોને તપાસીને આરોપી પરસોતમદાસને આઇપીસી ૪૦૬માં એક વર્ષની સાદી સજા-રૂ. પાંચ હજારના દંડ સહિત સાત વર્ષની સાદી કેદ તથા દસ હજારનો દંડ ફટકાર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts