ભૂજ, તા.ર૮
માંડવી તાલુકાના સલાયા ગામે અકસ્માત જેવી સામાન્ય બાબતે બોલાચાલીમાં એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો અને આજરોજ સલાયાના લોકોએ બંધ પાળી રોષ દર્શાવ્યો હતો.
ઘટનાની વિગતો એવી છે કે સલાયાના અબ્દુલમજીદના કૌટુંબિક સંબંધીની ૬ વર્ષની પુત્રીને એક બાઈકચાલકે ટક્કર મારી ઈજા પહોંચાડી હતી. અકસ્માત બાદ સલીમ ઈબ્રાહીમ ચૌહાણ નામના યુવાને બાઈક ચાલકને ઠપકો આપતા મામલો બિચક્યો હતો અને સમાધાન માટે બંને પક્ષ ભેગા થયા હતા ત્યારે જ રજાક કાસમ આલા, મંજલો મુજાદ, ભોલિમ સાહિલ, આદમ ઈસ્માઈલ નામના યુવાનોએ છરીના ઘા મારી સલીમ ચૌહાણની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ સલાયા ગામમાં રોષ વ્યાપી ગયો હતો અને ગામલોકોએ ગામમાં બંધ પાળ્યો હતો. માંડવી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે.
Facebook
0
Twitter
0