મહત્ત્વના મુદ્દાઓ પર મૌન પાળનાર વડાપ્રધાન મોદી એક બનાવટી સમાચારના હવાલાથી આપી રહ્યા છે કોંગ્રેસ અંગે નિવેદન : સાક્ષી જોશી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ટોળા દ્વારા કરવામાં આવતી હિંસા તેમજ બળાત્કારની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી રહે છે. ભારતને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ જાહેર કરાયો છે. આ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ. પ્રશ્નો પૂછાયા. પરંતુ મોદી સરકારે મૌન પાળ્યું. ખેડૂતોની આત્મહત્યાનો આંકડો ઊંચે જઈ રહ્યો છે. બેરોજગારી પોતાની ચરમસીમા પર છે. સરકારે દર વર્ષે બે કરોડ રોજગાર ઊભા કરવાનો વાયદો પૂરો નથી કર્યો. આ મુદ્દે પણ સરકારને સવાલ કરાયા પરંતુ મોદી સરકારે મૌન પાળ્યું. પરંતુ જેવું એક ઉર્દૂ સમાચારપત્રએ છાપ્યું કે, કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે. ટીવીના પાળેલા કૂતરા જેવા મીડિયા એકમોએ દેશના તમામ મુદ્દાઓને નેવે મૂકીને કોંગ્રેસને મુસ્લિમ પક્ષ ઘોષિત કરવાની કવાયત શરૂ કરી. જ્યારથી ઉર્દૂ અખબારે સૂત્રોના હવાલાથી આ તાર્કિક અને ખોટી ખબર છાપી ત્યારથી આ મીડિયા એકમો બેચેન બન્યા છે.
શું આ મીડિયા એકમો માત્ર એક આ ઉર્દૂ વર્તમાનપત્ર જ વાંચે છે. દેશના અન્ય મોટા અખબારોમાં રોજ મોદી સરકારની અસફળતાની ગાથા છપાય છે. તેના પર આ મીડિયા એકમો વાદ-વિવાદ કેમ નથી કરતા ? માત્ર સૂત્રોના હવાલાથી છપાયેલ એક સમાચાર બાદ મૌન બેઠેલ મોદી સરકાર જાગી ઊઠી છે. કેન્દ્રીય મંત્રીઓએ ઉપરા છાપરી પત્રકાર પરિષદ યોજી ભાજપના પ્રવક્તાઓનો આ મુદ્દે ચૂપ થવાનું નામ જ નથી લઈ રહ્યા.
આ મુદ્દે પ્રખ્યાત ઈતિહાસકાર ઈરફાન હબીબે પણ પ્રશ્નો ઊભા કર્યા છે, તેમણે આ અહેવાલને ખોટો ઠેરવતા કહ્યું કે, હું એક બેઠકમાં હાજર હતો. રાહુલ ગાંધીએ એવી કોઈ વાત નથી કરી.
પત્રકાર સાક્ષી જોશીએ લખ્યું કે, એક ઉર્દૂ અખબારની હેડલાઈન (જેનું અનેક લોકોને નામ પણ નથી ખબર) રાષ્ટ્રીય મુદ્દો બની ચૂકી છે. કેન્દ્રીય મંત્રી પત્રકાર પરિષદ યોજી રહ્યા છે અને નામચીન અખબારો, બેરોજગારી, અર્થવ્યવસ્થા, બળાત્કાર, ગુંડાગર્દી, મોબલિચિંગ જેવા મુદ્દા રોજ ઉઠાવી ઉઠાવીને થાકી ગયા પરંતુ સરકાર પાસેથી જવાબ ન મળ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks