Gujarat

સેલ્સમેનના સ્વાંગમાં આવેલ લુટારૂઓ મહિલાને બાંધી લંૂટ ચલાવી ફરાર

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૬
કારેલીબાગ શ્રીપાદનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈને ત્યાં સવારનાં સમયે ઘસી આવેલા બે અજાણ્યા લુંટારૂઓ પત્નીને બાંધી દીધા બાદ રોકડ મત્તા લુંટી ફરાર થઈ ગયા હોવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. કારેલીબાગ પોલીસને જાણ થતાં ફરજ પર તૈનાત પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે પુછપરછ હાથ ધરી હતી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર કારેલીબાગ વીઆઈપીરોડ સ્થિત બ્રાઈટ સ્કુલસામે શ્રીપાદનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈનાં પરિવારજનો સવારનાં સમયે રાબેતા મુજબ કામકાજમાં વ્યસ્ત હતાં.
મહેશભાઈની પત્નીની એકલતાનો લાભ ઉઠાવી અચાનક બે અજાણ્યા લુંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા હતાં. ઘરમાં ઘુસી આવેલા બે અજાણ્યા લુંટારૂઓએ મહેશભાઈની પત્નીને ચાકુ બતાવી ચુપ કરી દીધા હતાં. ત્યારબાદ તેઓને મુશ્કેટાટ હાલતમાં બાંધી સામાન વેરવિખેર કર્યો હતો. રોકડ તથા અન્ય ચીજવસ્તુઓ સહિતની માલમત્તા લુંટી લઈ અજાણ્યા લુંટારૂઓ ફરાર થઈ ઘયા હતાં.
પતિ મહેશભાઈને જાણ થતાં તેઓ એ પોલીસ કંટ્રોલની જાણ કરી હતી. કારેલીબાગ પોલીસને લુંટનો સંદેશો મળતાં ફરજ પર તૈનાત પોલીસમેનો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લુંટારૂઓનો ભોગ બનેલી મહિલાની પુછપરછ હાથ ધરી હતી. સવારનાં સમયે સેલ્સમેનના સ્વાંગમાં લુંટારૂ ટોળકી ત્રાટકી હતી કે પછી લુંટ કરવાના ઈરાદે ત્રાટકી હતી. તે અંગેની ચોક્કસ માહિતી જાણવા મળી નથી. લુંટારૂઓનાં વર્ણનનાં આધારે પોલીસે પુછપરછ અને તપાસનો દૌર આગળ ધપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.