National

‘મુસ્લિમોના લોહીથી રંગાયેલા હાથ’વાળા સલમાન ખુરશીદના નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવી કહ્યું, આ તેમનું અંગત નિવેદન

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સિનિયર નેતા સલમાન ખુરશીદના ‘મુસ્લિમોના લોહીથી કોંગ્રેસના હાથ રંગાયેલા છે’ તેવા નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવતા કહ્યું છે કે, આ તેમનો અંગત મત છે. કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે પાર્ટી તેમના નિવેદનથી અસહમત છે, આ તેમનો અંગત મત છે પાર્ટીનો નહીં. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખુરશીદે કહ્યું હતુ કે, કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે. તેમને પુછવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ કેવી રીતે મુસ્લિમોના લોહીના ડાઘ સાફ કરશે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આ એક રાજકીય સવાલ છે. અમારા હાથમાં લોહી છે. હું પણ કોંગ્રેસનો ભાગ છું તેથી મારે કહેવું જોઇએ કે, અમારા હાથમાં લોહીના ડાઘ છે. તો તમે શા માટે અમને કહો છો કે, કોઇ તમારા પર હુમલા કરી રહ્યું છે અમારે તમને બચાવવા માટે આગળ આવવું ન જોઇએ ? વિદ્યાર્થીએ સવાલ કર્યો કે, પ્રથમ સુધારો ૧૯૪૮માં થયો. ૧૯૫૦ બાદ હંસાપુરા, માલિયાણા, મુઝફ્ફરનગર અને કોંગ્રેસના શાસનમાં તોફાનોની લાંબી યાદી છે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. બાદમાં બાબરી મસ્જિદના દ્વારા ખોલીને ત્યાં મૂર્તિઓ મુકાઇ અને બાદમાં બાબરી મસ્જિદને શહીદ કરવામાં આવી ત્યારે પણ કોેંગ્રેસ જ સત્તામાં હતી. કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે તો શું તમે તેને સાફ કરી શકશો ?
‘કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા’ નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો સલમાન ખુરશીદનો મીડિયા પર આરોપ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદે હવે ટિ્‌વટર પર સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં તેમની ‘કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે’ તેવા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યું છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખુરશીદે કહ્યું હતુ કે, કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, તેમની ભૂલ અંગે કોંગ્રેસ ચર્ચા કરશે. સલમાન ખુરશીદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીના સવાલનો જવાબ આપી રહ્યા હતા. વિદ્યાર્થીએ સવાલ કર્યો કે, પ્રથમ સુધારો ૧૯૪૮માં થયો. ૧૯૫૦ બાદ હંસાપુરા, માલિયાણા, મુઝફ્ફરનગર અને કોંગ્રેસના શાસનમાં તોફાનોની લાંબી યાદી છે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. બાદમાં બાબરી મસ્જિદના દ્વારા ખોલીને ત્યાં મૂર્તિઓ મુકાઇ અને બાદમાં બાબરી મસ્જિદને શહીદ કરવામાં આવી ત્યારે પણ કોેંગ્રેસ જ સત્તામાં હતી. કોંગ્રેસના હાથ મુસ્લિમોના લોહીથી રંગાયેલા છે તો શું તમે તેને સાફ કરી શકશો ? વિવાદ છતાં પોતાની ટીપ્પણી પરત ખેંચવાનો ઇન્કાર કરતા ખુરશીદે કહ્યું હતું કે, તેઓ બીજી રીતે કોંગ્રેસનો બચાવ કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસનો પ્રવક્તા નથી અને મેં એક માનવી તરીકે આ નિવેદન આપ્યું હતું.