Gujarat

જૂનાગઢ બેઠક જીતવા રાજેશ ચુડાસમા અને દીનું સોલંકી વચ્ચે મોવડી મંડળે સમાધાન કરાવ્યાની ચર્ચા

(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર૯
જૂનાગઢ લોકસભા બેઠકને લઈ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું નામ કાપવાની શક્યતાઓ વહેતી થતા સાંસદ રાજેશ ચુડાસમાએ ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવી શક્તિપ્રદશન કરી પક્ષ ઉપર પ્રેસર લાવવાના તમામ પ્રયાસો કરી લીધા હોવા છતાં તેમના નામની જાહેરાત ન થતા અને ટિકિટ માટે ભાજપના બાહુબલી નેતા એવા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના સાથ વિના ટિકિટ મેળવવી મુશ્કેલ હોય તેમ ગઈકાલે સાંસદ રાજેશ ચુડાસમા કોડીનાર ખાતે દોડી આવી દિનુભાઈ સોલંકી સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં પૂર્વ સાંસદ, વર્તમાન સાંસદ સહિત પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, ઝવેરીભાઈ હાજર રહ્યા હતા. મીટિંગ બાદ પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીએ પક્ષ સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં જ જૂનાગઢ લોકસભા બેઠક ઉપર રાજેશ ચુડાસમા અને તાલાલા વિધાનસભા બેઠક ઉપર જશાભાઈ બારડનું નામ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધું હતું. આ મીટિંગ અગાઉ દિનુભાઈનું નામ પણ જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર ઉમેદવાર તરીકે ચર્ચાતું હોય આજે મીટિંગ બાદ દિનુભાઈએ રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કર્યા બાદ કાર્યકરોને સંબોધી આ બંને વરરાજા છે અને મારા આપણે તમામ અણવર હોવાનું જણાવી પોતાની ઉમેદવારી અંગે ચાલતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂક્યું હતું. મીટિંગ બાદ સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના હાથે દિનુભાઈ સોલંકીને ભોજન પણ કરાવ્યું હતું. ગઈકાલે ગુજરાતના અગ્રણી ગુજરાતી અખબારમાં સૌરાષ્ટ્રના એક સાંસદ તેના ગોડફાધરના કહ્યામાં ન હોય સાંસદથી તેના ગોડફાધર નારાજ હોય જો આ સાંસદ તેના ગોડફાધરના આશીર્વાદ લેવા જાય તો તેની ટિકિટ કનફર્મ થઈ જાય તેવા ન્યુઝ પ્રસિદ્ધ થયા તે જ દિવસે એટલે કે, ગઈકાલે સાંસદ રાજેશ ચુડાસમા કોડીનાર દિનુભાઈ સોલંકીની ત્યાં દોડી આવતા જોગાનુજોગ આ માત્ર સંયોગ છે કે પછી હકીકતે અખબારી ન્યુઝ મુજબ રાજેશ ચુડાસમાએ કોડીનાર દોડી જઈ દિનુભાઈના આશીર્વાદ લઈ તેની ટિકિટ કનફર્મ કરી છે ? તેવી અટકળો એ વેગ પકડ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.