સમગ્ર રાજ્યમાં ધોરણ ૯થી ૧રની પ્રથમ પરીક્ષા ૧પ દિવસ પાછી ઠેલાઈ

અમદાવાદ, તા.૬
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-૯થી ૧રની પ્રથમ પરીક્ષા ૧પ દિવસ મોડી કરી છે આ પરીક્ષા ૧૪ સપ્ટેમ્બરના બદલે હવે ૩ ઓક્ટોબરથી લેવામાં આવશે તેવો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે શિક્ષણ કાર્યને અસર પડી હતી. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની ભલામણ બાદ શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરીને પરીક્ષા નવરાત્રિને બદલે દિવાળી પૂર્વે યોજવા ઠરાવ કર્યો છે. બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ વર્ષ-ર૦૧૭-૧૮ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.૧૪-૦૯-ર૦૧૭થી તા.રર-૦૯-ર૦૧૭ દરમ્યાન લેવાનું આયોજન કરવામાં આવેલ હતું. રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્યને અસર થયેલ છે. આ અનુસંધાને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા માટે બોર્ડને રજૂઆતો મળેલ હતી. જે અન્વયેે તા.૩૧/૦૮/ર૦૧૭ના રોજ બોર્ડ ખાતે મળેલ શૈક્ષણિક સમિતિમાં કરવામાં આવેલ નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં ગુ.મા.શિ.બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં ધોરણ-૯થી ૧ર પ્રથમ વાર્ષિક પરીક્ષા તા.૧૪/૦૯/ર૦૧૭થી તા.રર/૦૯/ર૦૧૭ને બદલે તા.૦૩-૧૦-ર૦૧૭થી તા.૧૩-૧૦-ર૦૧૭ દરમ્યાન લેવાની રહેશે. આ ઉપરાંત ધો.૯ અને ધો.૧૦માં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (એસસીઈ) અંતર્ગત વિદ્યાર્થીઓના રેમેડીયલ ટીચીંગ અને રીટેસ્ટ અંગેની કામગીરી શાળા કક્ષાએ દ્વિતીય સત્રમાં તા.૦૬-૧૧-ર૦૧૭થી તા.૧૭-૧૧-ર૦૧૭ દરમ્યાન પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks