હાર્દિક પટેલને કોંગ્રેસ માથે ચડાવે છે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.પ
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો ૧ર દિવસ થયા છે અને રોજ હાર્દિકના સમર્થનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના બાગી નેતાઓ હાર્દિકની મુલાકાત માટે ઉપવાસ છાવણીમાં પહોંચી રહ્યા છે. ત્યારે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રથમવાર હાર્દિકને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા સરકારી ડોકટર પાસે સારવાર નહીં કરાવી તે તેનો બદઈરાદો છે. હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલને કોંગ્રેસ ંમાથે ચઢાવે છે તેથી હવે રાહુલ ગાંધી અનામતના સમર્થનનો પત્ર જાહેર કરે. દિવસેને દિવસે હાર્દિકને દેશમાંથી સમર્થન મળી રહ્યું છે. હાલ બોટાદના ગઢડામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ પણ હાર્દિકના ઉપવાસને લઈને નિવેદન આપ્યું છે અને હાર્દિકને સમર્થન આપ્યું છે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે પાટીદારો સાથે સરકાર વાત કેમ ન કરી શકે. સરકારે હાર્દિક સાથે ચર્ચા કરવી જોઈએ. આજે શિવસેનાએ પણ હાર્દિક પટેલને સમર્થન જાહેર કર્યું છે. ઉદ્રવ ઠાકરેએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ સાથે વાત કરીને પારણા કરવા માટે કહેવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts