ભૂજમાં નારી શક્તિ વિકાસ મંડળ ટ્રસ્ટની સામાન્ય સભા મળી

ભૂજ, તા. ૧૧
સામાન્ય સભાનું અધ્યક્ષસ્થાન સંસ્થાના નવા વરાયેલા પ્રમુખ હફીઝાબેન સમાએ શોભાવ્યું હતું. સભામાં ઉપસ્થિત સર્વે સભ્યો અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ગુજરાત વકફ બોર્ડના ડાયરેક્ટર અને કચ્છ ભાજપ લઘુમતી સેલના પ્રમુખ હાજી આમદ જત, ભૂજ નગરપાલિકાના કાઉન્સિલર માલશી માતંગ અને કાસમ સમા, એડવોકેટ મોહંમદ શૌકત સમેજા, અબ્દુલ શકુર કુરેશીકાકા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહેમાનોનું ફૂલ હાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિકમાં અબ્દુલ શકુર કુરેશીકાકાએ પ્રાસંગિક દ્વારા શિક્ષણ માટે ભાર મૂક્યો હતો. આમદ જત, મોહમ્મદ શોકત સમેજા, સંજોગ મહિલા સેવા વિકાસ મંડળના પ્રમુખ મલેક જેનાબાઈ, મહિલા અગ્રણી ખેરૂનીશાબેન સીદી વગેરેએ પ્રાસંગિક દ્વારા નારી શક્તિ વિકાસ મંડળ ટ્રસ્ટની સેવાઓને પ્રશંસનીય ગણાવી વિવિધ સેવાઓ માટે સહકારની ખાત્રી આપી હતી. માનવ જ્યોતના પ્રમુખ પ્રબોધ મુનવરે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ રહીમાબેન સમા, પ્રમુખ પદેથી નિવૃત્ત થતા એમની સેવાઓ અભિનંદનીય ગણાવી હતી. નવા વરાયેલા પ્રમુખ હફીઝાબેન સમાનું મહિલા અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું. પ્રતિભાવમાં હફીઝાબેન કાસમે પાણી, લાઈટ, મહિલા ગૃહ ઉદ્યોગ, આરોગ્ય, રસ્તાઓ વગેરેના પ્રશ્નો માટે સક્રિય રહીશું. જે માટે સૌ આગેવાનો અમને માર્ગદર્શન આપશે એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન શંભુ જોષીએ કર્યું હતું. આભાર દર્શન શ્રીમતી સમીમબેન રાયમાએ કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks