(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
શિવસેના બાદ હવે એનડીએમાં સહયોગી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ પણ ખુલ્લેઆમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સમર્થન કર્યું છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઇએ અને આ મામલે વડાપ્રધાન મોદીએ દખલ કરવી જોઇએ. આ પહેલા બિહારમાં વિપક્ષી દળ આરજેડીએ પણ કેજરીવાલને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસ, તેલુગુદેશમ પાર્ટી, જનતા દળ સેક્યુલર, માકપા અને રાષ્ટ્રીય લોક દળ સહિત અન્ય વિપક્ષી દળોએ પણ કેજરીવાલનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ પોતે કેજરીવાલના સમર્થનમાંઆવ્યા હતા.
Facebook
0
Twitter
0