National

ટીવી ચર્ચા દરમિયાન ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ એન્કરને ખોટા નામથી સંબોધતા માફી માંગવી પડી

(એજન્સી) નવી દિલ્હી, તા.૫
અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો સતત ગબડી રહ્યો છે જ્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે હાહાકાર મચ્યો છે. સામાન્ય જનતા મોદી સરકાર પર સતત હુમલો બોલી રહી છે. દેશના ટીવી ચેનલો પર ભાજપ નેતાઓને આ મુદ્દે આકરા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો જવાબ આપવો પ્રવક્તાઓ માટે ભારે પડી રહ્યો છે. ખનિજ તેલની આકાશને આંબતિ કિંમતો મુદ્દે એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર ચર્ચાનું રોહિત સરદાના સંચાલન કરી રહ્યા હતા ત્યારે સંબિત પાત્રાએ રોહિત સરદાનાને સુમીતજી કહી સંબોધિત કર્યા હતા રોહિત સરદાનાએ આ મુદ્દે ભાજપ પ્રવક્તાને વચ્ચેથી જ ટોકતાં કહ્યું કે, સુમિતજી અહીં નથી, હું રોહિત છું. ત્યાર બાદ સંબિત પાત્રાએ તુરંત માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ દરમિયાન સંબિત પાત્રાએ ઈંધણની વધતી કિંમતો મુદ્દે સરકારની નીતિઓ જવાબદાર હોવાના વિપક્ષના આરોપોને ફગાવતા કહ્યું કે, તેનું મુખ્ય કારણ રૂપિયાની કિંમતમાં આવેલ ઐતિહાસિક પડતી છે. જો કે, અન્ય દેશના મુકાબલે આપણો રૂપિયો મજબૂત હોવાનો દાવો ભાજપ પ્રવક્તાએ કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.