ચાર આરોપીઓના લખાણવાળા હેન્ડરાઈટિંગના સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
બોગસ ડોમીસાઈલ સર્ટીફિકેટ કૌભાંડના મામલે હાલમાં ૧૧મી જુલાઈ સુધી પોલીસ રિમાંડ હેઠળ રહેલા ચાર આરોપીઓના પુરા લખાણવાળા હેન્ડરાઈટિંગના સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હેન્ડરાઈટિંગના સેમ્પલો મેળવ્યા બાદ તમામ સેમ્પલો એફએસએલમાં મોકલી આપવામાં આવશે એવું પુણા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મેડીકલ અને ડેન્ટલ કોલેજામાં પ્રવેશ મેળવતી વખતે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષથી રહો છો તેવું સર્ટીફિકેટ વિદ્યાર્થીએ મેળવવું પડતું હોય છે. આ કાયદાનો લાભ વિદ્યાર્થીઓ કરતા સરકારી અધિકારીઓએ વધુ લીધો હોવાની શક્યતાઓ રહેલી છે. પુણા અર્ચના સ્કૂલ ભાતની વાડી પાસે આવેલા જનસેવા કેન્દ્રમાં ભાવેશ કાતરીયાશ્વ, રાહુલ ચુડાસમા સહિત ચાર આરોપીઓએ સરકારી કર્મચારીઓના મેળાપીપણામાં ૯૬ બોગસ ડોમીસાઈલ સર્ટીફિકેટના ૩૫૦૦ થી ૫૦ હજાર રૂપિયા સુધી વિદ્યાર્થીઓ પાસે પડાવી લઈ સર્ટીફિકેટો પધરાવી દીધા હતા. પુણા પોલીસે ચાર તહોમતદારોની ધરપકડ કરી ૧૧મી સુધીના રિમાંડ મેળવ્યા બાદ આજે તમામ આરોપીઓના હેન્ડ રાઈટિંગ સેમ્પલો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks