National

સુપ્રસિદ્ધ સંગીતકાર ખય્યામ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુપુર્દ-એ-ખાક

(એજન્સી) મુંબઈ, તા.ર૦
ફિલ્મ બાઝાર (૧૯૮ર) માટે હસન કમાલે એક ગીત લખ્યું હતું ‘‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી-ગુઝરતે વક્ત કી હર લહર ઠહર જાએગી’’. આ ગીતને અમર બનાવ્યું સંગીતકાર ખય્યામે. હસન કમાલની આ પંક્તિઓ ખય્યામની આજે સૌથી વધુ યાદ અપાવી રહી છે. ૯ર વર્ષની વયે આ ફાની દુનિયાને સોમવારે અલવિદા કહેનારા વિખ્યાત સંગીતકાર મોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મીનું સંગીત આજે પણ લોકોના કાનમાં ગૂંજી રહ્યું છે. હીર રાંઝા, શર્માજી કે નામ સે પરદા, ફૂટપાથ, ધોબી ડૉક્ટર, ગુલબહાર, તાતાર કા ચોર, વો સુબહ કભી તો આએગી, શોલા ઔર શબનમ, નૂરી, થોડી સી બેવફાઈ, ઉમરાવ જાન, રઝિયા સુલતાન, શગુન અને કભી કભી જેવી ફિલ્મોમાં ખય્યામે પોતાનું સદાબહાર સંગીત આપ્યું. સંગીતકાર ખય્યામના અંતિમ દર્શનની શરૂઆત ગઈકાલે સવારે દક્ષિણા પાર્ક સોસાયટીમાં આવેલા તેમના ઘરે શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર મોહમ્મદ ઝહુર હાશ્મીના અંતિમ સંસ્કાર સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સંગીતકાર ખય્યામને શ્રદ્ધાંજલિ આપવા માટે અભિનેત્રી પૂનમ ઢિલ્લોન, અભિનેતા રાજા મુરાદ, ગાયક સોનુ નિગમ, ગીતકાર ગુલઝાર, ગીતકાર જાવેદ અખ્તર, વિશાલ ભારદ્વાજ, ગાયક ઉદિત નારાયણ, જતિન પંડિત અને અન્ય ઘણા બોલીવુડ સ્ટાર્સ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સંગીતકાર ખય્યામના નિધન બાદ બોલીવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રખ્યાત સંગીતકારના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્‌વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હિન્દી સિનેમાના વિખ્યાત પાશ્વ ગાયિકા લતા મંગેશકરે પણ ખય્યામના નિધન બાદ ટ્‌વીટર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્‌વીટ કરી હતી કે મહાન સંગીતકાર અને કોમળ હૃદય ધરાવતા સંગીતકાર ખય્યામ હવે આપણી વચ્ચે નથી. આ સમાચાર સાંભળી હું ખૂબ જ દુઃખી છું. હું મારા દુઃખને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. ખય્યામના જવાથી સંગીતના એક યુગનો અંત આવી ચૂકયો છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પુ છું. જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ ટ્‌વીટ કરી છે કે મહાન સંગીતકાર ખય્યામનું નિધન થઈ ચૂકયું છે. તેમણે દરેક વખતે ખૂબ જ શ્રેષ્ઠ સંગીત આપ્યું છે પરંતુ તેમને અમર બનાવવા માટે માત્ર એક જ ગીત પૂરતું હતું ‘‘વો સુબહ કભી તો આયેગી…’’ પોતાના શાનદાર કામ માટે ખય્યામને વર્ષ ર૦૦૭માં સંગીતનાટ્ય અકાદમી પુરસ્કાર અને વર્ષ ર૦૧૧માં પદ્મ ભૂષણ જેવા સન્માનોથી નવાઝવામાં આવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.