(એજન્સી) પેરિસ, તા.૧ર
ફાંસિસી પોલીસે યહુદીઓ અને મુસ્લિમ ધર્મ સ્થળો પર હુમલાનું ષડયંત્ર રચવાના આરોપી એક નવ-નાજી સમૂહને ધ્વસ્ત કરી દીધું છે. કાયદાકીય સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી. તપાસ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, કથિત ષડયંત્ર અંગે સમૂહના પાંચ સભ્યો પર સપ્ટેમ્બરથી મેની વચ્ચે આરોપ લગાવવામાં આવ્યા હતા. તે લોકો નવ-નાજી આંદોલનની વિચારધારાના સમર્થક હતા.
ન્યાયિક સૂત્રએ જણાવ્યું કે, તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, તે હુમલાને અંજામ આપવા માટે ષડયંત્ર રચી રહ્યા હતા અને તેમનો નિશાન કોઈ ધર્મ સ્થળ હતું. જો કે સૂત્રોએ વિશિષ્ટ લક્ષ્યો અથવા ઉદ્દેશોનું કોઈ વિવરણ આપ્યું નથી. પોલીસે સૌપ્રથમ ગ્રેનોબ્લ શહેરમાં સપ્ટેમ્બર ર૦૧૮માં હથિયારોના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય ચાર શંકાસ્પદોની જાણ થઈ જેમાં બે સગીર હતા. આતંકવાદ વિરોધી તપાસકર્તાઓએ જાન્યુઆરીમાં તપાસની જવાબદારી સંભાળી અને શંકાસ્પદો પર આતંકવાદી અપરાધોના આરોપ લગાવ્યા હતા.