(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
સુરત સહિત સમગ્ર રાજ્યના વિવિધ ડેપો અને વિભાગીય નીયામકની કચેરી પર એસટી નિગમના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓનો સ્તવરે ઉકેલ લાવવા માટે સામુહિક વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું એસટી કર્મચારી યુનિયનના અગ્રણી કૌશલ દેસાઇ અને રશીદ શેખે જણાવ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર એસટી નિગમ રાજ્યના છેવાડાના માનવીને નહીં નફો નહી નુકસાનના ધોરણે માનવીય સેવાના ભાગરૂપે સસ્તી, સારી અને સલામત પરિહન સેવા પૂરી પાડે છે. આ સાથે નિગમના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ રાત- દિવસ જાયા વગર, કુદરતી કે માનવસર્જન ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તો પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત પોતાના ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવી રાજ્યની પ્રજાની સેવામાં અડીખમ ઊભા રહે છે. આમ છતાં પણ જ્યારે તેઓના હક્ક-હિસ્સાઓ આપવાના થાય ત્યારે સરકાર અને એસટી નિગમના મેજમેન્ટ મળવા પાત્ર લાભો કયારેય સમયસર આપવામાં આવ્યા નથી. રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ વર્ગ-૧થી વર્ગ-૪ સુધીના તમામ અધિકારીઓને ૧-૧-૨૦૧૬થી ૭માં પગાર પંચનો લાભ આપવાનો ડ્રાઈવર કંડક્ટરને વર્ગ-૩ની ક્ક્ષામાં આવતા હોય તે મુજબ પગાર ધોરણ તેમજ અન્ય મળવા પાત્ર લાખો આપવા સહિત અનેક ગણી માંગણીઓ સાથે આજે બપોરે એલ.એચ. રોડ ખાતે આવેલી વિભાગીય નિયામકની કચેરી સૂત્રોચારો કરવામાં આવ્યા હોવાનું એસટી કર્મચારી યુનિયનના અગ્રણી કૌશલ દેસાઈ તથા રસીદ શેખે જણાવ્યું હતું.