રાહુલની ઇફ્તારમાં ‘આપ’ને આમંત્રણ નહીં આપીને કોંગ્રેસે જોરદાર સંકેતો પાઠવી દીધા છે

(એજન્સી) તા.૧૮
પોતાની ઇફ્તાર પાર્ટીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ નહીં પાઠવીને રાહુલ ગાંધીએ એવું બતાવી દીધું છે કે મોટા ભાગના લોકો માને છે તેના કરતા તેઓ રાજકીય રીતે વધુ ચાલાક છે. આ પગલું બતાવે છે કે રાહુલ ગાંધી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વે વિપક્ષોને સંગઠિત કરવા માગે છેે પરંતુ પોતાના પક્ષના ભોગે આવું થશે નહીં.
તેમણે એવું પણ બતાવી દીધું છે કે તેઓ પાટનગર તેમજ રાજ્યમાં બંને જગ્યાએ પોતાના પક્ષના નેતાઓની સલાહ સાંભળવા તૈયાર છે. કોંગ્રેસ માટે દિલ્હી એક ટેસ્ટ કેસ પુરવાર થશે. ઉ.પ્ર.ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સપા અને બસપાને આગળ કરી હતી તો બિહારમાં રાજદ-જનતાદળના ગઠબંધનને આગળ કર્યો હતો કારણ કે આ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ એટલી સારી ન હતી પરંતુ તે ગમે તે ભોગે ભાજપને દૂર રાખવા માગતી હતી.
જ્યારે જે રાજ્યોમાં કોંગ્રેસના સમર્થકો અથવા કોંગ્રેસનો જનાધાર છે એવા રાજ્યોમાં રાહુલ બીજા કોઇને આગળ થવા દેશે નહીં એ પણ બતાવી દીધું છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ પોતાનું વલણ કડક જ રાખીને એવો મજબૂત સંદેશો મોકલી દીધો છે કે તે ભાજપને સત્તાથી દૂર રાખવા આતુર છે પરંતુ જ્યાં જ્યાં શક્ય હશે ત્યાં ત્યાં કોંગેસનું પુનર્ગઠન કે પુનર્જીવન કરવામા ંઆવશે.
દિલ્હી માટે એક બેઠક, એક ઉમેદવાર સિસ્ટમનો અમલ થશે નહીં
દિલ્હીમાં કોંગ્રેસનો એવો દ્રઢ મત છે કે એક બેઠક એક ઉમેદવારનો નિયમ દિલ્હીમાં લાગુ પડાશે નહીં. ૨૦૧૫ની ચૂંટણીમાં અપમાનજનક પરાજય થયા બાદ જેમને દિલ્હીમાં પક્ષને સજીવન કરવાની કામગીરી સોંપવામાં આવી છે એવા અજય માકને પણ સ્પષ્ટ કર્યુ છે કે દિલ્હીમાં આપ સાથે કોંગ્રેસે કોઇ ચૂંટણી સમજૂતી કરવી જોઇએ નહીં કારણ કે આપ હવે દિલ્હીમાં જનાધાર ગુમાવી રહ્યો છે. આપણે તેમને રાજકીય ઓક્સિજન પૂરો પાડવો જોઇએ નહીં. માકને આપને વૈચારીક રીતે પોકળ પક્ષ ગણાવેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts