(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ડીએમકેના દિવંગત પ્રમુખ એમ કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સંસદના બંને ગૃહો મુલત્વી રહ્યા હતા. આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ વ્યક્તિ કદી સંસદનો સભ્ય રહ્યો નથી છતાં તેના મૃત્યુ બાદ સંસદ શ્રદ્ધાંજલિ બાદ મુલત્વી રહી. કરૂણાનિધિ તામિલનાડુ વિધાનસભાના છ વાર સભ્ય રહ્યા હતા. તેઓ પ વખત મુખ્યમંત્રી અને પ૦ વર્ષ પક્ષના પ્રમુખ રહ્યા. કરૂણાનિધિ ૯૪ વર્ષની વયે ચેન્નાઈમાં મંગળવારે મૃત્યુ પામ્યા. લોકસભામાં સ્પીકર સુમિત્રા મહાજને ગૃહને કરૂણાનિધિના અવસાનના સમાચાર આપી તેને મહાન નેતા અને દીર્ઘદૃષ્ટા બતાવ્યા હતા. તેમના માનમાં એક મિનિટનું મૌન પાળી ગૃહની કાર્યવાહી મુલત્વી રખાઈ હતી.
રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુએ કરૂણાનિધિના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ ગૃહ મુલત્વી રહ્યું હતું.
Facebook
0
Twitter
0