(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
ભારત પર “હિંદી, હિંદુ અને હિન્દુસ્તાન” આધારિત શાસન કરી શકાય નહી. એમ સાંસદ અસદુદ્દીન ઓવૈશીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું. ઓવૈશીએ એક માહિતી આપતા ટ્વીટ કરી હતી કે એમણે સાંસદના પદ પર રહીને ત્રણ વખત ઉર્દૂ ભાષામાં સોગંદ લીધા છે અને ર૦૧૯માં પણ તેઓ ફરીથી આ જ શપથ ગ્રહણ કરશે. આ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે બસપાના એક કોર્પોરેશનના કોર્પોરેટરે ઉર્દૂ ભાષામાં સોગંદ લેતા ઉત્તરપ્રદેશમાં અલીગઢ નગરપાલિકામાં ભાજપા અને બસપાના સભ્યો વચ્ચે મંગળવારે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈશીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સાંસદ તરીકે મેં ત્રણવાર ઉર્દૂ ભાષામાં શપથ ગ્રહણ કરી છે તો શું એ ગેરબંધારણીય છે અને વર્ષ-ર૦૧૯માં ફરીવાર હું ઉર્દૂ ભાષામાં જ સોગંદ લઈશ. તેમણે જણાવ્યું કે ભારત પર હિંદી, હિન્દુ અને હિન્દુસ્તાન આધારિત શાસન કરવું શક્ય નથી.