National

સંસદને લોકપ્રિય કલ્પનામાં ‘ગેરલાયક’ બનાવવામાં આવી રહી છે : રાજદીપ સરદેસાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
જાણીતા લેખક અને પત્રકાર રાજદીપ સરદેસાઈએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સંસદને લોકપ્રિય કલ્પનામાં અસ્વીકૃત કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે જ્યારે ૧૯૯૪ માં તેઓ દિલ્હીથી મુંબઈ ગયાં ત્યારે તેમને માટે સંસદ ભવનની મુલાકાત લેવી એક આકર્ષણથી ઓછું નહોતું. સંસદના હોલમાં પ્રવેશ પામીને દેશના સંસ્થાપકોની તસવીર જોવી એક સદભાગ્ય સમાન હતું. જ્યોર્જ ફર્નાડિઝ, અટલ બિહારી વાજયેપી અને સોમનાથ ચેટરજી જેવા મહાન વક્તાઓને સાંભળવા એક લહાવો હતો પરંતુ તેના લગભગ પચ્ચીસ વર્ષ બાદ મને લખતાં ભારે દુખ થઈ રહ્યું છે કે આપણે સહુંએ સંસદ ભવનની જે કલ્પના કરી હતી કે ચકનાચૂર બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સંસદના શિયાળુ સત્રને ટાળીને એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય સંસદ કરતાં કોઈ એક રાજ્યની ચૂંટણી વધારે મહત્વની છે. એક તબક્કે તો શિયાળુ સત્રને મોકૂફ રાખવાની સરકારની દલીલ સમજમાં નથી આવતી. પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભાજપનું ભાવિ અદ્ધરતલ બન્યું હોવાથી મોટા રાષ્ટ્રીય નેતાઓ માટે ઓછો સમય બચ્યો છે. તે ઉપરાંત પૂર્વવત યુપીએ સરકારે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંસદના શિયાળુ સત્રને ટૂંકાવ્યું હોય તેવી પણ દાખલાઓ મોજૂદ છે. પરંતુ ફર્ક એટલો છે કે તે વખતે મનમોહનસિંહના ્‌અવાજમાં એવો કોઈ જાદુ નહોતો કે જે વોટ ખેંચી લાવતો હોય પરંતુ તેમનાથી તદ્દીન વિપરીત રીતે વડાપ્રધાન ચોવીસ કલાકના ચૂંટણી પ્રચારક બન્યાં છે. શાસક ભાજપ માટે સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન મોદીનો અદ્વિતિય જાદૂ અર્થાત લગભગ દરેક ચૂંટણી વડાપ્રધાન મોદીની અપીલ પર નાના જનમત સંગ્રહ સમાન બની છે. તેને પરિણામે હવે દરેક ચૂંટણીની પ્રક્રિયા સરકાર માટે ચાલકબળ બની છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નિયમીત રીતે વિધાનસભાના સત્રની કામગીરી ટૂંકાવવામાં આવતી હતી. વિપક્ષી ધારાસભ્યોને સાગમટે બરખાસ્ત કરી નાખવામાં આવતાં હતા. મોદી મુખ્યમંત્રી સચિવાલયમાંથી રાજ્યનું સંચાલન કરતાં હતા તેમની પાર્ટીની વિધાનસભામાં જંગી બહુમતી હતી. દૂર્ભાગ્યે મોદી જ્યારે ૨૦૧૪ માં ચૂંટાઈને વડાપ્રધાન બન્યાં ત્યારે પહેલીવાર સંસદહોલમાં પ્રવેશવાનો ફોટો પડાવીને એક પ્રકારનું નાટક કર્યું. હવે સંસદની મહત્વની ચર્ચા દરમિયાન તેમની સતત ગેરહાજરીરએ વિપક્ષને એવો આક્ષેપ કરવાનો દારૂગોળો પૂરો પાડ્યો છે કે વાજયેપીની તદ્દન વિપરીત રીતે મોદીને સંસદીય આદાનપ્રદાન માટે કોઈ સમય કે તૃષ્ણા રહી નથી. એવું નથી લાગતું કે વિપક્ષ પણ સંસદીય આદાનપ્રદાનમાં વિશ્વસનીય ટ્રેક રેકોર્ડ ધરાવે છે. મે ૨૦૧૪ માં લોકસભાના નેતા બનવાનો રાહુલનો ઈન્કારર કદાચ એ વાતનો સંકેત હતો કે તેમને જાહેર વક્તાની ખોટ સાલી રહી હતી. મોદી સરકારના ત્રણ વર્ષના રાજમાં રાહુલની ગેરહાજરી ૫૪ ટકા જેટલી રહી છે જે સામાન્ય સાંસદ કરતાં ઘણું ઓછું છે. સામાન્ય રીતે સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન ૮૦ ટકા હાજરી આપતાં હોય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.