બીએસપી-એસપીને નિશાન બનાવતા પીએમ મોદીએ દલિત-મુસ્લિમોને આકર્ષવા સંત કબીરનો સહારો લીધો

(એજન્સી) મગહર, તા. ૨૮
૧૫મી સદીના મહાન કવિ સંત કબીરની ધરતી મગહરની મુલાકાત લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ સામેની લડાઇનું બ્યૂગલ ફૂંક્યું છે અને પોતાના બંગલા પર ધ્યાન આપવા તથા સમાજના મોટા તબક્કના કલ્યાણની અવગણના કરવાનો એસપી અને બીએસપી પર આરોપ મુક્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, જેઓ હંમેશા ‘સમાજવાદ’ અને ‘બહુજન’ની વાતો કરે છે તેઓ સૌથી વધુ સ્વાર્થી છે. તેઓ સમાજના કલ્યાણને જોતા નથી પરંતુ પોતાની જાત અને પરિવારનું જ ધ્યાન રાખે છે. એ એવી સરકાર હતી જે પોતાનો બંગલો જાળવી રાખવામાં વધુ રસ ધરાવે છે. આજે કબીરના વિચારોને સમજવાને બદલે નેતાઓ પોતાના ભૌતિક સુખ પાછળ વધુ ધ્યાન રાખે છે, કબીર પોતાના સંદેશમાં પ્રેમ અને સંભાળ રાખવાનું જણાવતા હતા.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, અખિલેશ સરકાર વડાપ્રધાનની હાઉસિંગ યોજના હેઠળ મળતા લાભ યુપીના મોટી સંખ્યામાં ગરીબ લોકોને આપવામાં નિષ્ફળ રહી. આંબેડકરના ફાળાને યાદ કરતા તેમણે કહ્યું કે, તેઓ સમાજમાં સમાનતાની હિમાયત કરતા રહ્યા પણ કમનસીબે કેટલાક પક્ષોએ તેમના વિચારોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કર્યો. સંત કબીર નગર જિલ્લાનો મગહર વિસ્તાર આંબેડકરનગર, બસ્તી, ગોરખપુર, મઉ, આઝમગઢ, સિદ્ધાર્થનગર અને ભદોહી પાસે આવેલો છે. જેથી અહીં મોટાભાગના લોકો શાંતિ માટેના પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને સમર્થકો છે જેથી તેમના સમર્થકોના વિસ્તારમાં ભાજપના પ્રયાસોથી વિપક્ષનું ધ્યાન દોરાય તે સ્વાભાવિક છે. યુપીના મગહરની રેલી સંબોધતા પહેલા મોદીએ યોદી આદિત્યનાથ સાથે સંત કબીરની મઝારની મુલાકાત લીધી હતી અને ચાદર તથા ફૂલ પેશ કર્યા હતા. પીએમ મોદીએ આ દરમિયાન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય કબીર મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનો શિલાન્યાસ કર્યો હતો. મોટી સંખ્યામાં લોનધારકોની રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, સંત કબીર જાતિ આડેની આડશો તોડવા માટે લડતા રહ્યા આ રીતે તેમણે પોતાના ભાજપના બૂથ લેવલના કાર્યકરોને દરેક જાતિ તથા પંથના લોકો સુધી પહોંચવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમણે સબીરનો દોહો ટાંકતા કહ્યું ‘‘કબીર ખડા બજાર મેં, માંગ રહા ખૈર, ના એક કહે શકે દોસ્તી, ના એક કહે શકે બૈર.’’ આ રીતે તેમણે સબકા સાથ, સબકા વિકાસનો નારો પણ ઉચ્ચારી દીધો હતો. આ પ્રસંગે મોદીએ એમ પણ કહ્યું કે, કબીરે સમાજને ફક્ત દિશા નિર્દેશ નથી આપ્યા પરંતુ સમાજને સુધારવાનું કામ પણ કર્યુ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks