તા.૩૦
ફેબ્રુઆરીમાં યોજાનારી નગરપાલિકા (બરો)માં છ વોર્ડની ર૪ સભ્યોની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે.
નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર બનવાની જાણે હોડ લાગી હોય તેમ વોર્ડ દીઠ મતદાર યાદીઓ મેળવી ઉમેદવારો દ્વારા તેનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં નગરપાલિકા વિસ્તારમાં ભાજપને અંદાજે ૧ર૦૦ જેટલા મતો મળ્યા હોવાનું જણાય છે છેલ્લા કેટલાયે સમયથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે નગરપાલિકામાં હાલમાં વોર્ડ મોટા બનવાને કારણે મતદારો પણ વધશે જ્યારે ઉમેદવારોનો પણ રાફડો ફાટશે તેવું લાગી રહ્યું છે.
હાલમાં નગરમાં વિકાસના નામે આંખે ઉડીને વળગે તેવું કોઈ કામ જોવા મળતુ નથી. સ્વચ્છતાના નામે ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. ભૂગર્ભ ગટર યોજના જે લગભગ ૧પથી ૧૭ કરોડ રૂપિયાની છે જેનું કોઈ વળતર સરકારની તિજોરીમાંથી ખર્ચેલ નાણાનું ફક્ત અને ફક્ત કોન્ટ્રાકટરને જ લાભકર્તા રહ્યું છે. તેનો લાભ પ્રજા સુધી પહોંચ્યો નથી. આ જ ગટરોના કારણે જે રોડ તૂટી ગયેલ હતાં તે જે તે વખતે રીપેરીંગ માટે હતાં કે કેમ ?? નગરજનોએ બે વર્ષ સુધી ધુળની ડમરીઓમાં રહ્યા પછી પણ રોડની ગુણવત્તા જળવાઈ હોય તેવું જોવા મળતું નથી જેનો ઉત્કૃષ્ટ નમૂનો સીભાઈ ચોકડીથી નવી મસ્જિદ સુધી અને કાદરી મસ્જિદ વિસ્તારનો રોડ જે કોન્ટ્રાકટરે બનાવેલ છે તે કોન્ટ્રાકટર દ્વારા તેની ગુણવત્તા જળવાઈ હોય તેવું જણાતું નથી તે પણ યોગ્ય તથા તપાસનો વિષય છે. નગરમાં બની રહેલ ડામર રોડ, સિમેન્ટ રોડ, તદ્ન ગુણવત્તા વગરની હલકી કક્ષાની કામગીરી અને અમુક વોર્ડના અમુક વિસ્તારના રહીશોમાં પણ અસંતોષ જોવા મળી રહેલ છે.
નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી શાકમાર્કેટ લગભગ પ૦ લાખના ખર્ચે બન્યુ હતું જે તૈયાર છે તો તે પણ ખુલ્લુ મુકવામાં આવશે કે કેમ ?? પાલિકાના સત્તાધીશો નગરજનોની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપશે ખરા ???