સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવતી વખતે અમદાવાદના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે જૂતા પહેરી રાખ્યા હતા. ત્યારે સરદાર પટેલનું અપમાન થયું તો ભાજપના ધારાસભ્યનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નિકોલ ભાજપના ધારાસભ્યએ જૂતા પહેરીને સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવતો ફોટો વાયરલ થતા પાટીદારોએ સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો હતો કે સરદાર પટેલના સન્માનની વાતો કરનારા જૂતા પહેરીને તેમની પ્રતિમાને હાર પહેરાવે છે. તે સન્માન કહેવાય ખરી ?
Facebook
0
Twitter
0