લંડન,તા.૧
સેરેના વિલિયમ્સને મુબાડાલા સિલિકોન વેલી ક્લિસિક ટૂર્નામેન્ટમાં ખુબ જ ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. બ્રિટેનની જોહાના કોંટાએ પ્રથમ રાઉન્ડમાં જ સેરેનાને એક કલાકથી પણ ઓછા સમયમાં ૬-૧, ૬-૦થી માત આપી. આ અમેરિકન દિગ્ગજની સૌથી મોટી એક તરફા હાર રહી.
સેરેનાએ વર્ષ ૨૦૧૪માં સિંગાપુરમાં ડબ્લ્યૂટીએ ફાઇનલમાં બે ગેમ જીતી હતી, જ્યારે તે સિમોના હાલેપથી ૬-૦, ૬-૨થી હારી હતી.સેરેના અહિંયા ત્રણ વખત ચેમ્પિચન રહી છે. દીકરીને જન્મ આપ્યા બાદ તે પાંચમી ટૂર્નામેન્ટ રમી રહી હતી. વિમ્બલ્ડનમાં એંજેલિક કર્બરથી હાર્યા બાદ આ તેની પ્રથમ મેચ હતી.હાર્યા બાદ સેરેનાએ કહ્યું,’મને લાગે છે તેણે (જોહાના કોંટાએ) બીજા સેટમાં ખુબ જ સારૂ રમી, હું પ્રથમ રાઉન્ડમાં જરા પણ ઝડપી ન હતી અને આ જ કારણે તેને આત્મવિશ્વાસ મળ્યો અને તે મારાથી આગળ નિકળી ગઇ.’
૨૩ વખતની સિંગલ્સ ગ્રૈંડ સ્લૈમ વિજેતા સેરેના વિલિયમ્સ હવે મૉન્ટ્રિયલમાં ૬ ઑગષ્ટે શરૂ થઇ રહેલા રોજર્સ કપમાં રમશે.