૧ર દિવસથી યુવા નેતા આંદોલન કરે છે પણ સરકાર વાત કરવાય તૈયાર નથી

અમદાવાદ, તા.પ
ગુજરાતના ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને અનામત સહિતની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને આજે ૧ર દિવસ થયા છે. આ ૧ર દિવસ દરમિયાન રોજેરોજ રાજકીય નેતાઓ અને વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાના અગ્રણીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે હાર્દિક પટેલની મુલાકાત લઈ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ઉપવાસના ૧૨માં દિવસે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ હાર્દિક પટેલની મુલાકાત કરવા માટે ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા હતા. રાજીવ સાતવ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા.
હાર્દિક પટેલની મુલાકાત લીધા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, “આજે બધા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે અમે હાર્દિકને મળવા માટે આવ્યા છીએ. જેવી રીતે હાર્દિક પટેલના ઉપવાસના ૧૨માં દિવસે પણ સરકાર તરફથી કોઇ જ રિસ્પોન્સ ન આવતા અમે હાર્દિક માટે ચિંતિત છીએ કે છેલ્લા ૧૨ દિવસથી એક યુવા નેતા આંદોલન કરી રહ્યો છે અને આ અંગે સરકાર તરફથી કોઇ જ વાત નથી થઇ રહી અને સરકાર વાત કરવા માટે તૈયાર નથી. ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૨ દિવસથી ધરણાં ચાલું છે. અહીં ખેડૂતોના પ્રશ્નોને લઇને સરકાર વાત કરવા માંગતી નથી. કોઇ જ આમંત્રણ વગર વડાપ્રધાન પાકિસ્તાન જઇને ત્યાંના પ્રમુખને મળી શકે છે. તો હાર્દિક સાથે વાત કરવામાં શું તકલીફ છે? આ પ્રશ્ન ગુજરાતની જનતા પૂછી રહી છે. ખેડૂતોના દેવા માફીની વાત કરીએ તો સરકાર પાસે કોંગ્રેસ પાર્ટીએ વાત કરવાનો સમય માંગ્યો છે. સમય મળશે તો વાત કરીશું. જો સરકાર આ માટે તૈયાર નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી ઉપર રસ્તા ઉપર ઉતરીને, સરકાર સાથે વાત કરીને આ અંગે દખલ કરવાની અપીલ કરશે.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks