(એજન્સી) નવી દિલ્હી, તા.૧
જાહેર કટોકટી સમયે ઈન્ટરનેટ સેવાઓ લોકોની સલામતી અર્થે કામચલાઉ બંધ કરવા માટે તંત્રને સત્તા આપતો કેન્દ્રીય સંચાર મંત્રાલયે નવો નિયમ બહાર પાડ્યો છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે, લોકોની સલામતી માટે કટોકટી સમયે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિયમને બીજી સારી રીતે પણ લાવી શકાયો હોત પરંતુ આવી તરંગી રીતે પ્રતિબંધિત કરાતા તે ખૂબ જ ચિંતાનો વિષય છે. સરકારે બહાર પાડેલ જાહેરનામામાં જણાવ્યા મુજબ કેન્દ્રીય સચિવ કે રાજ્યના ગૃહસચિવની મંજૂરી વગર ઈન્ટરનેટ સેવાઓ રદ કરી નહીં શકાય. કલેકટર પાસે આ સેવાઓ બંધ કરવાનો અધિકાર છે કે નહીં તે સ્પષ્ટતા કરાઈ નથી. સરકારે અગાઉ કલમ ૧૪૪નો ઉપયોગ કોઈને ઈજા થતી રોકવા આવી સેવાઓ પર પ્રતિબંધ માટે કર્યો હતો. ખૂબ જ ખરાબ સ્થિતિમાં તેને અમલમાં મૂકી શકાય છે. જે અધિકારી સંયુક્ત સચિવ કક્ષાનો હોવો જોઈએ. ર૦૧૭માં ભારતે ૪૦ વખત ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી તેમ સોફટવેર ફીડમ લૉ સેન્ટર ઈન્ટરનેટ શટડાઉન ટ્રેકર્સે માહિતી આપી હતી. જૂનમાં ૪ વાર હિંસા રોકવા બંધ કરાઈ હતી. નવા નિયમમાં જાહેર કટોકટી કે જાહેરહિતની ચોખવટ નથી. નવો નિયમ ૮ ઓગસ્ટે સંચાર મંત્રાલયે જાહેરનામા દ્વારા બહાર પાડ્યો. અગાઉ ઈન્ટરનેટ સેવા બંધ કરવા કામચલાઉ ઉપયોગ થતો હતો. એકવાર ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં છેતરાતા બચાવ્યા હતા તેમ ઈન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશનના સહસ્થાપક નિખિલ પહવાએ કહ્યું હતું. આ વર્ષે ઈન્ટરનેટ સેવા બંધ કરવાના વધુ બનાવો બન્યા છે જે મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. નવો નિયમ લોકમત જાણ્યા સિવાય કરાયો છે. આ યોગ્ય કદમ નથી જ્યારે ઈન્ટરનેટનો કોઈ મહત્ત્વના કામ માટે ઉપયોગ કરતો હોય. સરકારે ઈન્ટરનેટ સેવા ઠપ કરવા માટે કારણ આપવું જોઈએ. જેથી લોકો તેની ચકાસણી કરી શકે. આ વર્ષે મેં માસમાં સલામતી માટે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ હતી જેમાં સલામતીદળો દ્વારા નાગરિકોને બિભત્સ ગાળો અપાતો વીડિયો વાયરલ થયો હતો. તેનાથી સલામતી દળો સામે લોકોનો આક્રોશ ભભૂમી ઉઠયો હતો. પ વર્ષમાં ખીણમાં ૩૦ વખત ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ. એશિયા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ફોર જર્નાલિસ્ટ પ્રોટેક્ટના સ્ટીવ બટલરે કહ્યું કે આ નવો નિયમ ભારત સરકાર દ્વારા ઈન્ટરનેટ વારંવાર બંધ કરી દેવાનો ઈરાદો છે. આવી કવાયત બંધ કરવી જોઈએ. નવા નિયમથી નીજ અધિકારો છીનવાઈ જવાની ચિંતા વ્યકત કરાઈ છે