સરકારે શંકાસ્પદ શેલ કંપનીઓના બે લાખ બેંક ખાતાઓ સીઝ કર્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, ર.૦૯ લાખ કંપનીઓના નામો કંપનીઓના નોંધણી રજીસ્ટારમાંથી દૂર કર્યા છે. આ કંપનીઓ નિયમો પાળવામાં નિષ્ફળ રહી છે. એ માટે એમની સામે કડક પગલાં લઈ એમની નોંધણી રદ કરાઈ છે એ ઉપરાંત એમના બેંક ખાતાઓ સ્થગિત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકાર બનાવટી કંપનીઓ ઉપર સકંજો કસી રહી છે. જે કંપનીઓ ફકત કાગળ ઉપર બનાવવામાં આવે છે જેના દ્વારા ગેરકાયદેસર નાણાંકીય વહેવારો કરી ટેક્ષની ચોરી કરવામાં આવે છે. સરકારે જણાવ્યું છે કે, નોંધણી રદ કરાયેલ કંપનીઓના ડાયરેકટરો પોતાની કંપનીના બેંક ખાતાઓનો ઉપગોગ કરી શકશે નહીં. જ્યાં સુધી એમને કાયદેસરની જાહેર કરવામાં આવે. કંપની કાયદાની કલમ ર૪૮(પ)ની જોગવાઈ હેઠળ ર,૦૯,૦૩ર કંપનીઓના નામો રજિસ્ટારમાંથી દૂર કરાયા છે. એમના હાલના ડાયરેકટરો અને અધિકૃત સહી કરનારાઓ હવે ભૂતપૂર્વ બની જશે. કંપની કાયદાની કલમ ર૪૮ હેઠળ સરકારને વિવિધ બાબતોના આધારે કંપનીની નોંધણી રદ કરવાની સત્તા છે. જો કંપનીઓ નિયમો પાળશે તો એમને રદ કરાયેલ દરજ્જામાંથી પુનઃસ્થાપિતનો દરજ્જો અપાશે અને એ ફરી કાર્ય કરી શકશે. સરકારે બધી બેંકોને સૂચના આપી છે કે, નોંધણી રદ કરાયેલ કંપનીના બેંક ખાતાઓનો ઉપયોગ નહીં કરાય એનું ધ્યાન રાખવું. એ સાથે એ પણ સૂચના આપી છે કે સામાન્ય સંજોગોમાં પણ કંપનીના ખાતાઓ ઉપર ધ્યાન રાખવું. જો કંપની પોતાના સ્ટેટમેન્ટો, વાર્ષિક રિટર્ન અથવા સરકારની લેણી રકમ ચૂકવવા નિષ્ફળ હોય તો એ કંપનીની નોંધણી સરકાર રદ કરી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks