મહારાષ્ટ્ર : સરકારી બસોના કર્મચારીઓ અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર ઊતર્યા

(એજન્સી) મુંબઈ,તા.૧૭
મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમના એક લાખથી વધુ કર્મચારીઓ પગારમાં વધારાની માગ સાથે અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર ઊતરી ગયા છે. જેના કારણે દિવાળીના તહેવારમાં બસમાં મુસાફરી કરનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ગઈકાલ મધરાતે શરૂ કરવામાં આવેલ હડતાળને કારણે પડી રહેલ હાલાકીને દૂર કરવા મહારાષ્ટ્ર સરકારે પરિવહન વિભાગે એક અધિસૂચના જારી કરી શાળાના વાહનો સહિત ખાનગી બસોમાં મુસાફરી કરાવવા મંજૂરી આપી છે. સરકારી પરિવહને આ હડતાળને ગેરકાનૂની ઠેરવી છે. જેના કારણે દિવાળીના અવસર પર મુસાફરી કરનારા હજારો યાત્રીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. બસોના કર્મચારીઓએ ફડણવીસ સરકાર સમક્ષ સાતમા પગારપંચને લાગુ કરવા તેમજ વેતન આયોગની ભલામણો લાગુ થાય ત્યાં સુધી ૨૫ ટકાનો વધારો આપવા માગ કરી છે. દિવાળીના પર્વના આડા બે દિવસ પહેલા શરૂ થયેલ હડતાળને કારણે ૧૦ લાખ મુસાફરો દુવિધામાં મૂકાયા હતા. યુનિયનના નેતાઓનું કહેવું છે કે, જ્યાં સુધી માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી તેઓ હડતાળ પાછી ખેંચશે નહીં. સરકારે બસના કર્મચારીઓ સાથે બેઠક ગોઠવી હતી. પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks