ભાવનગરના કરચલાપરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ

ભાવનગર,તા.૯
ભાવનગર શહેરના કરચલાપરા ભરવાડવાડ, પ્રેસ રોડ, વિસ્તારમાં ગત મોડી રાત્રે, કોળી અને ભરવાડ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા ચારથી પાંચ લોકોને પહોંચી હતી. સામસામે પથ્થરમારો અને જીવલેણ હથિયારો સાથે બંને જુથો સામને આવી જતા આ વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. ઘટનાની જાણ મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને પક્ષની સામસામી અંદાજે ૮૦ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કરચલાપરા વિસ્તારના ભરવાડા વિસ્તારમાં ગત મોડી રાત્રે જૂની અદાવતે થયેલી અથડામણમાં પ્રથમ પક્ષે ભરત ભાકાભાઈ ચાવડા ભરવાડ (ઉ.વ.૩૪, રહે. ભરવાડવાડા કરચલાપરા) નામના શખ્સે આ વિસ્તારમાં રહેતા વિજય દિનેશ રાઠોડ, રાજુભાઈ ઉર્ફે રાવણો ભૂપત વાઘેલા, જગો ડોળિયો, કાળુ ગોપાલ, રાજીયો કોળી, જગદીશ ઉર્ફે જગો દાઠી સહિતના ૪૦થી પ૦ અજાણ્યા શખ્સોએ છરી, તલવાર, લાકડી, ધોકા, પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જયારે સામા પક્ષે વિજય ઉર્ફે ચટ્ટણી દિેનેશ રાઠોડ (ઉ.વ.ર૦, રહે.કરચલાપરા)નામના શખ્સે વિક્રમ ઉર્ફે કાળિયો, ભરત બેચર ચાવડા, ભરત ભાકા ચાવડા, વશરામ વાસુ આલ, હરિ અને કાભા ભરવાડ નામના શખ્સો સહિત ૪૦થી પ૦ અજાણ્યા માણસોના ટોળાએ એક સંપ કરી અલ્પેશ ઉર્ફે ભીમાને થયેલી માથાકુટ બાદ લાકડી, ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉકત શખ્સો નાસી છુટયા હતા. પોલીસે બંને પક્ષે ૮૦ ઉપરાંત શખ્સો સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks