(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
આજે પત્રકાર પરિષદ સંબોધતા કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારી જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર રર વર્ષથી શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, ખેતી, રોજગાર, વેપાર ક્ષેત્રે સંદતર નિષ્ફળ ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ગુજરાત સાક્ષરતાના મામલે ૧૬માં ક્રમ ઉપર હતું ગુજરાતમાં ભાજપ શાસન દરમિયાન દેશ – દુનિયામાં ગુજરાત મોર્ડલનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સાક્ષરતાના મામલે ચાર અથવા ૧૦માં સ્થાને હોવું જોઇએ, એનાથી આજે ઉલ્ટી સ્થિતિએ ગુજરાત સાક્ષરતાના મામલે આજે ૧૬ થી ૧૮ મા સ્થાને પહોંચી ગયું છે. ધીમે ધીમે શિક્ષણમાં સરકારની ભાગીદારી ઓછી થઇ ગઇ અને શિક્ષણ ગણતરીના હાથોમાં સોંપી દેવાયું છે. જેના કારણે શિક્ષણ મોંઘુ થઇ ગયું છે.
રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ રોજગારી સંદર્ભે જણાવ્યું હતું કે ર૦ રાજ્યોની તુલનામાં ગુજરાતમાં ઓછામાં ઓછી મજુરી દર ચુકવવામાં આવે છે. સુરત ટેક્સટાઇલ્સ હબમાંથી સસ્તા ભાવે વેચાતા કાપડ – સાડીને કારણે હિન્દુસ્તાનના ગરીબોની ઇજ્જત ઢંકાઇ છે, એ માટે સુરતને ધન્યવાદ આપું છું. ત્યારે જીએસટીને જે ફોરમ લવાયું છે, એની અસર બિહાર, યુપીમાં વર્તાઇ છે. મારી આશંકા છે કે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે જીએસટીમાં ફેરફાર કરાયો છે ચૂંટણી પુરી થયા બાદ ફરીથી વધારો કરશે. વધુમાં રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે નોટબંધી અર્થશાસ્ત્રીમે સબસે બડા નિર્ણય હે. નોટબંધી શતાબ્દી કે લીયે બડા નિર્ણય હે. પાર્લામેન્ટમાં ૮૬.૦૬ ચાલુ કરન્સી બંધ કરવા વાળા દુનિયામાં ત્રણ લોકો હતા. જેમાં (૧) હીટલર (ર) મુસોલલીમ (૩) કર્નલ ગદાફી અને તેમના પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પદની ગરિમા નહિં જાળવતા નરેન્દ્ર મોદીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ છે કે મૃત વ્યક્તિ ઉપર ક્યારેય આરોપ લગાવવામાં આવતો નથી.ઇન્દિરા ગાંધીજીનું નામ બાંગ્લાદેશ રૂપી જમીન ઉપર લખાઇ ચુક્યું છે, એને કોઇ મિટાવી શકે નહીં.